બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The politics of Maharashtra is likely to change drastically

રાજકારણ / ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં મોટો ખેલ કરશે ભાજપ? ઠાકરેના એક નિવેદનથી મચ્યો હડકંપ

Ronak

Last Updated: 07:36 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજ કારણમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. કારણકે શિવસેના અચાનક ભાજપમાં રસ દાખવી રહી છે. જેમા આજે સંજય રાઉતે વડાપ્રધાનના વખાણ પણ કર્યા હતા

  • મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂની થાય તેલા એંધાણ 
  • ઠાકરેના નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો 
  • સંજય રાઉતે કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા 

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ જુના ગઠબંધનના સહયોગી છે. જોકે મુખ્યમંત્રી પદને લઈને બંને વચ્ચે મતભેદ સર્જાયા હતા. હાલ ઉદ્ધવ ઠાકરેની સરકારની સામે ભાજપ વિપક્ષમાં છે. પરંતુ થોડા થોડા અંતરે હવે અહીયા ભાજપના ગઠબંધનની અટળકો ચાલી રહી છે. આ અટળકો વચ્ચે મુખ્યનમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. 

રાવ સાહેબ દાનવે જૂના સહયોગી : ઉદ્ધવ ઠાકરે 

ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં હતા તે સમયે ત્યા કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે પણઁ હાજર રહ્યા હતા જ્યા તેમણે દાનવેની તરફ દેખતા કહ્યું કે ભવિષ્યમાં જરૂર પડી તો તેઓ સહયોગી રહેશે. સાથેજ તેમણે કહ્યું કે રાવ સાહેબ દાનવે તેમના જૂના સહયોગી છે. 

ફડણવીસે આપી તેમની પ્રતિક્રિયા 

બીજી તરફ શિવસેનાના સમર્થનમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો તેઓ ગઠબંધનના સહયોગીઓ સાથે છુટકારો મેળવવા ઈચ્છે છે તો આ તેમનો એક સારો પ્રયાસ છે. સાથેજ તેમણે કહ્યું કે આ સરકાર પર ઘણા ભ્રષ્ટાચારના આરોપો લાગી ચુક્યા છે. 

સંજય રાઉતે કર્યા PM મોદીના વખાણ 

આ ઉપરાંત આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાસંદ સંજય રાઉતે તેમને શુભકામના પાઠવી હતી સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ભાજપને અટલજી પછી નરેન્દ્ર મોદીજ આગળ લઈને ગયા છે. 

PM મોદી જેવા નેતા હાલ દેશમાં નથી: સંજય રાઉત 

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે એવુ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી ઘણા લોકપ્રિય નેતા છે. સાથેજ તેમણે કહ્યું કે તેમના કાર્યકાળમાં ભાજપને ભારે બહુમત મળી છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે PM મોદી જેવા નેતા હાલ આ દેશમાં નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ