બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / The patch was caught on the budget of the Delhi government to be presented on Tuesday

બજેટ અટવાયું / કેજરીવાલ સરકારના બજેટ પર ફસાઈ ગયો પેચ: કેન્દ્રએ પૂછ્યું આ જાહેરાત પાછળ આટલો ખર્ચો કેમ?

Malay

Last Updated: 08:18 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સરકારના મંગળવારે રજૂ થનારા બજેટ પર પેચ ફસાયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીના બજેટને મંજૂરી આપી નથી. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, AAP સરકારે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં જાહેરાતો માટે વધુ રકમની જોગવાઈ કરી છે.

 

  • કેજરીવાલ સરકારનું બજેટ અટવાયું
  • ગૃહ મંત્રાલયે પૂછ્યું- જાહેરાત પર વધુ ખર્ચ કેમ?
  • ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છેઃ AAP

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્રની વચ્ચે ફરી એકવાર તકરાર જોવા મળી રહ્યો છે. કેન્દ્રએ મંગળવારે વિધાનસભામાં રજૂ થનારા દિલ્હી સરકારના વર્ષ 2023-24ના બજેટ પર રોક લગાવી દીધી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, મંત્રાલયે આમ આદમી પાર્ટીની સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે અને પૂછ્યું છે કે બજેટ પ્રસ્તાવમાં જાહેરાત માટે વધુ પૈસા કેમ ફાળવવામાં આવ્યા છે. સાથે જ AAP સરકારે કહ્યું છે કે ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે. 

દિલ્હી સરકાર પાસે માંગ્યો ખુલાસો 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયનું કહેવું છે કે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ કાર્યો માટે પ્રમાણમાં ઓછી રકમની જોગવાઈ કરવામાં આવી છે. દિલ્હી સરકાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધારે જાહેરાતો પાછળ શા માટે વધુ ખર્ચ કરવામાં આવે છે. જ્યાં સુધી દિલ્હી સરકાર ખુલાસો નહીં કરે ત્યાં સુધી ગૃહ મંત્રાલય દ્વારા  મંજૂરી આપવામાં આવશે નહીં. 

જાહેરાતના બજેટમાં કોઈ વધારો નથી કરાયોઃ AAP સરકાર
તો બીજી બાજુ દિલ્હી સરકાર દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. AAP સરકારે કહ્યું કે, ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે. કુલ 78,800 કરોડનું બજેટ છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 22,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે જાહેરાત પાછળ માત્ર 550 કરોડનો ખર્ચ થશે. ગત વર્ષે પણ જાહેરાતનું બજેટ આટલું જ હતું. જાહેરાતના બજેટમાં કોઈ વધારો કરાયો નથી.

17 માર્ચે ગૃહ મંત્રાલયે ઉઠાવ્યો હતો વાંધો 
લેફ્ટનન્ટ ગવર્નર (LG) કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નરે 9 માર્ચે કેટલાક અવલોકનો સાથે 2023-2024 માટે વાર્ષિક નાણાકીય વિવરણને મંજૂરી આપી હતી અને ફાઇલ મુખ્યમંત્રીને મોકલી દીધી હતી, જે બાદ દિલ્હી સરકારે ગૃહ મંત્રાલયને એક પત્ર મોકલ્યો અને નિયમ અંતર્ગત રાષ્ટ્રપતિની મંજૂરી માંગી. આના પર ગૃહ મંત્રાલયે 17 માર્ચે વાંધો ઉઠાવ્યો. 

23 માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે વર્તમાન બજેટ સત્ર
વિધાનસભામાં બજેટ ક્યારે રજૂ થશે તે હજુ સ્પષ્ટ નથી. વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર 23 માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. આ પહેલા સોમવારે નાણામંત્રી કૈલાશ ગેહલોતે કેજરીવાલ સરકારનું આઉટકમ બજેટ રજૂ કર્યું હતું અને દિલ્હી વિધાનસભાના વર્તમાન બજેટ સત્રમાં આર્થિક સર્વે 2022-23નો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. દિવસ દરમિયાન વિધાનસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

ખોટા આરોપો લગાવી રહી છે AAP: ભાજપ
ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું કે, ગૃહ મંત્રાલય અને એલજીએ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા હતા. આ અંગે સવાલો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી મળ્યો. હવે આમ આદમી પાર્ટી ખોટા આરોપો લગાવી રહી છે.

દિલ્હી સરકારે ફાઈલ મોકલી નથીઃ વિજેન્દર ગુપ્તા
ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ ટ્વીટ કરીને કહ્યું કે, સીએમ કેજરીવાલે દાવો કર્યો છે કે ગૃહ મંત્રાલયે બજેટ દસ્તાવેજો રોકી રાખ્યા છે. સત્ય? દિલ્હી સરકારે આ ફાઇલ દિલ્હી એલજીને મોકલી નથી. અહીં ફેક્ટ શીટ છે. દિલ્હી સરકાર પોતાના જ બજેટમાં વિલંબ કરી રહી છે. આઉટકમ બજેટે આરોગ્ય અને શિક્ષણમાં તેમના પોકળ દાવાઓની વાસ્તવિકતા પહેલેથી જ ઉજાગર કરી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ