બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The pair of Arif and Saras broke forever!

ઉત્તર પ્રદેશ / હંમેશા માટે તૂટી ગઈ આરીફ અને સારસની જોડી! અંતિમ વીડિયો જોઈને અનેક લોકો થઈ ગયા ઈમોશનલ

Priyakant

Last Updated: 04:55 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના રાજ્ય પક્ષી સરસ અને આરીફ વચ્ચેની મિત્રતા આસપાસના વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી. બંને સાથે રહેતા અને ખાતા અને પીતા

  • અમેઠીના આરિફ ગુર્જરની ઉત્તર પ્રદેશના રાજકીય પક્ષી સારસની જોડી તૂટી 
  • વન વિભાગે સારસને પકડી રાયબરેલીના સમસપુર પક્ષી અભયારણ્યમાં છોડ્યો 
  • સારસને છેલ્લી વાર સ્પર્શ કરીને આરિફ ગુર્જર રડવા લાગ્યો

સારસ સાથેની મિત્રતાને લઈ ચર્ચામાં આવેલા અમેઠીના આરિફ ગુર્જરને લઈ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વન વિભાગ દ્વારા હવે આરિફના દોસ્ત અને ઉત્તર પ્રદેશના રાજકીય પક્ષીને પકડી હવે તેને રાયબરેલીના સમસપુર પક્ષી અભયારણ્યમાં લઈ જવાયો હતો. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના રાજ્ય પક્ષી સરસ અને આરીફ વચ્ચેની મિત્રતા આસપાસના વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી. બંને સાથે રહેતા અને ખાતા અને પીતા. આરીફ તેના મિત્રના અચાનક અલગ થવાથી ખૂબ જ પરેશાન થઈ ગયો છે. સારસને છેલ્લી વાર સ્પર્શ કરીને તે રડવા લાગ્યો. આ સમાચાર ખૂબ વાયરલ થયા હતા. 

આ તરફ હવે પક્ષી અભયારણ્યમાં સારસ છોડવાનો છેલ્લો વીડિયો પણ સામે આવ્યો છે. આરિફે વીડિયો શેર કર્યો છે. આમાં તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો  છે. આરીફ તેના સારસ ને જોઈને ખૂબ જ પરેશાન છે. સારસ પણ અંત સુધી તેને આગળ પાછળ ફરે છે. ખબર નહીં કોની નજર બંને વચ્ચેના આ અતૂટ સંબંધ પર પડી, જેણે તેમને કાયમ માટે અલગ કરી દીધા. વીડિયો શેર કરતી વખતે આરિફે લખ્યું કે, મારો મિત્ર પીડાઈ રહ્યો છે. તે મારા વગર રહી શકશે નહિ. તે ત્યાં કેવી રીતે હશે? આ વીડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. લોકો આના પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.
 

મીડિયા અહેવાલો અનુસાર અમેઠી વન વિભાગની ટીમે વધારાના મુખ્ય મુખ્ય વન સંરક્ષકની સૂચના પર રાયબરેલીના સમસપુર પક્ષી અભયારણ્યમાં સારસને છોડ્યો છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, વન વિભાગે આવું ન કરવું જોઈતું હતું. કોઈએ લખ્યું કે, જો સારસને કંઈક થાય તો તેની જવાબદારી કોણ લેશે? 

સંકળાયેલા મુદ્દાઓ

uttar pradesh આરિફ ગુર્જર આરીફ ઉત્તર પ્રદેશ વન વિભાગ સારસ Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ