બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / The Narmada has enough water to last for the next four months

રાહત / પાણી પુરવઠા વિભાગના રિપોર્ટમાં રાહતનાં સમાચાર, હજુ 4 મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે છે રેવા

Khyati

Last Updated: 12:16 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં થોડા દિવસો બાદ ચોમાસુ બેસશે તેવામાં નર્મદાના નીર હજુ 4 મહિના લોકોની તરસ છીપાવી શકશે તેવા રાહતના સમાચાર સામે આવ્યા છે.

  • રાજ્યમાં પાણીની સ્થિતિ
  • 72 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી
  • નર્મદામાં 4 મહિના જેટલો પાણીનો જથ્થો


રાજ્યમાં ગરમી કહેર વર્તાવી રહી છે.  છેવાડાના ગામોમાં પાણી માટે લોકોએ રઝળપાટ કરવો પડી રહ્યો છે. જો કે ચોમાસાને હવે થોડા દિવસો જ બાકી છે. તેવામાં રાહતના સમાચાર સામે એ આવ્યા છે કે નર્મદામાં હજુ ચાર મહિના રાજ્યની તરસ છીપાવી શકે તેટલો પાણીનો જથ્થો છે. 

નર્મદામાં 4 મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો

સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે. રાજ્યમાં પાણીનો આધાર આ ડેમ પર જ છે. ત્યારે સૌ પહેલીવાર આવા સમાચાર સામે આવ્યા છે કે વરસાદ જો ખેંચાય તો પણ કોઇ ચિંતાની વાત નથી. કારણ કે નર્મદામાં હજુ ચાર મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે તેટલો પાણીનો જથ્થો છે. હાલ રાજ્યમાં કુલ 45 ટકા જળસંગ્રહ છે.  જ્યારે રાજ્યના 72 જળાશયોમાં 10 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહિત છે. 

માત્ર 19 ડેમોમાં જ 50 ટકાથી વધુ પાણી

હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂને ગુજરાતમાં ચોમાસુ બેસશે તેવી આગાહી કરવામાં આવી છે. તો કેટલાક હવામાન નિષ્ણાંતો 8 જૂનથી જ રાજ્યમાં વરસાદની આગાહી કરી રહ્યા છે તેવામાં રાજ્યમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. પરંતુ રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં 15 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો છે. જ્યારે  બનાસકાંઠાના 8 તાલુકાના 64 ગામોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કચ્છના 4 તાલુકામાં પણ ટેન્કરોનું રાજ જોવા મળી રહ્યું છે.

5જિલ્લાના 89 ગામોમાં ટેન્કરરાજ

હાલ રાજ્યના 5 જિલ્લાના 89 ગામોમાં 57 ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. રોજીંદા ટેન્કર દ્વારા 187 ફેરા થકી પાણી પહોંચાડાય છે.  મહત્વનું છે કે રાજ્યમાં અંદાજિત 7 કરોડ જેટલી વસતી છે. પ્રતિ વ્યક્તિ 120 લિટર પ્રતિદિન પાણીની જરૂરિયાત છે.  સરદાર સરોવરનું પાણી 135 દિવસ આસુપાસ ચાલી શકે છે.  જ્યારે અમદાવાદની પાણીની જરૂરિયાત 1200 મિલિયન લિટર પ્રતિદિવસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ