બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / The most powerful passport in the world is Japan, you will be shocked to know the reason, know on which ranking India

જાણવા જેવું / વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ એટલે જપાન, કારણ જાણી ચોંકી જશો, જાણો ભારત કયા રેન્કિંગ પર

Megha

Last Updated: 12:52 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષ માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. સૌથી શક્તિશાળી પાસપોર્ટનો અર્થ એ છે કે તે દેશના નાગરિકોને ઘણા દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ મળતી હોય છે.

  • વર્ષ 2022 ના પાસપોર્ટની રેન્કિંગ લિસ્ટ બહાર આવી છે
  • ફઘાનિસ્તાન પાસપોર્ટ સૌથી નબળો છે
  • પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે
  • આ છે ભારતની રેન્કિંગ 

જો તમે પણ પાસપોર્ટનો ઉપયોગ કરો છો તો તમને ખબર જ હશે કે વિશ્વના કોઈપણ દેશમાં પ્રવેશ માટે તે એક દસ્તાવેજ જરૂરી છે. પાસપોર્ટ વગર બીજા દેશમાં મુસાફરીને ગેરકાયદેસર ગણવામાં આવે છે. જણાવી દઈએ કે વર્ષ 2022 ના પાસપોર્ટની રેન્કિંગ લિસ્ટ બહાર આવી છે જેમાં અફઘાનિસ્તાન પાસપોર્ટ સૌથી નબળો છે અને પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે. તેના મુકાબલે શ્રીલંકા અને ભારતના પાસપોર્ટ વધુ મજબૂત છે.  આ વર્ષ માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. સૌથી શક્તિશાળી પાસપોર્ટનો અર્થ એ છે કે તે દેશના નાગરિકોને ઘણા દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ મળતી હોય છે. 

પાસપોર્ટની આ રેન્કિંગ લંડનની ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સે વિશ્વમાં જાહેર કરી છે જેમાં ભારત સહિત 199 દેશોના શક્તિશાળી અને નબળા પાસપોર્ટની માહિતી આપવામાં આવી છે અને આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા ડેટા પર આધારિત છે.  આ રેન્કિંગ મુજબ, વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો છે. તે જ સમયે, અમેરિકા આ ​સૂચિમાં સાતમા સ્થાન પર આવે છે. 

આ છે ભારતની રેન્કિંગ 
આ વખતે શક્તિશાળી પાસપોર્ટની સૂચિમાં એશિયન દેશોનો પણ ઘણો દબદબો જોવા મળ્યો છે. આ મામલામાં ભારતનો પાસપોર્ટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા ઘણો સારો છે. જણાવી દઈએ કે ભારતનો પાસપોર્ટ રેન્કિંગ 87 છે અને ભારતના નાગરિકો વિઝા વિના 60 દેશોમાં મુસાફરી કરી શકે છે. ભારતની સાથે અન્ય બે દેશ મોરિટાનિયા અને તાજિકિસ્તાન પણ આ જ ક્રમે એટલે કે 87માં ક્રમે છે.

વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ
જારી કરાયેલ પાસપોર્ટ રેન્કિંગ અનુસાર સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો છે. આ દેશને વિઝા વિના 193 દેશોમાં જવાની મંજૂરી છે. આ લિસ્ટમાં બીજા ક્રમે બે દેશ છે - સિંગાપુર અને દક્ષિણ કોરિયા. ત્રીજા ક્રમે જર્મની અને સ્પેન, ચોથા પર ફિનલેન્ડ, ઈટાલી અને લક્ઝમબર્ગ છે. જણાવી દઈએ લે પાંચમા અને છઠ્ઠા ક્રમે ચાર દેશો છે. ટોપ 10માં યુકે, બેલ્જિયમ, નોર્વે, ન્યુઝીલેન્ડ અને ગ્રીસ જેવા દેશોનો સમાવેશ થાય છે.સ જોવાનું એ રહ્યું કે પાસપોર્ટની રેન્કિંગમાં અફઘાનિસ્તાન ખૂબ જ ખરાબ છે. જણાવી દઈએ કે અફઘાનિસ્તાનનો પાસપોર્ટ 112મા ક્રમે સૌથી નીચે છે અને પાકિસ્તાનથી તેનું અંતર માત્ર બે દેશો છે. પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે. 

કોઈ પણ દેશના નાગરિકો માટે ઘણું મહત્વપૂર્ણ હોય છે પાસપોર્ટ રેન્ક
કોઈ પણ દેશ માટે એક સારું પાસપોર્ટ રેન્કિંગ ઘણું મહત્વપૂર્ણ હોય છે, કારણ કે તે દેશના નાગરિકો કેટલાય દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે તેમ હોય છે.આ રેન્કિંગ્સ આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન યુનિયનના ડેટાના આધારે છે. આ સંસ્થા મુસાફરોની માહિતીના વિશ્વના સૌથી મોટા અને સચોટ ડેટાબેઝને જાળવે છે અને હેનલે એન્ડ પાર્ટનર્સ આ ડેટાનું એનાલિસીસ કરે છે, અને આ રેન્કિંગ રિપોર્ટ તૈયાર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ