બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / The morbi bridge was 143 years old, cable bridge was built by the King of Morbi during the British rule.

ઇતિહાસ / અનેક પરિવારો માટે કાળ બનેલ ઝૂલતો પુલ હતો 143 વર્ષ જૂનો, બ્રિટિશ શાસનમાં મોરબીના રાજાએ બનાવ્યો હતો આ કેબલ બ્રિજ

Megha

Last Updated: 05:10 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીનું ગૌરવ કહેવાતો આ કેબલ બ્રિજ આઝાદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. 143 વર્ષ જૂનો મચ્છુ નદી પર બનેલો આ પુલ મોરબીનું મુખ્ય પ્રવાસન સ્થળ હતું.

  • મોરબીનો કેબલ બ્રિજ ક્યારે બંધાયો?
  • એન્જિનિયરિંગનું ખૂબ સારું ઉદાહરણ હતો આ ઝૂલતો પુલ
  • સમારકામ બાદ ફરી ખુલ્લો મુકાયો હતો આ ઝૂલતા પુલ

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.

જણાવી દઈએ કે મોરબીનું ગૌરવ કહેવાતો આ કેબલ બ્રિજ 143 વર્ષ જૂનો હતો જે 30 ઓક્ટોબર 2022 રવિવારના રોજ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. મોરબીનો આ બ્રિજ આઝાદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને મચ્છુ નદી પર બનેલો આ પુલ મોરબીનું મુખ્ય પ્રવાસન સ્થળ હતું.

gujarattourism

મોરબીનો કેબલ બ્રિજ ક્યારે બંધાયો?
કેબલ બ્રિજ કે ઝૂલતા પુલ મોરબીના રાજા વાઘજી રાવ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન વર્ષ 1879માં કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વર્ષ 1879માં બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલા આ પુલના નિર્માણમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બ્રિટિશ શાસનમાં બનેલો આ પુલ એક ખૂબ સારું એન્જિનિયરિંગનું પ્રતિક રહ્યો છે. મચ્છુ નદી પર બનેલો આ પુલ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઐતિહાસિક ઝુલતો પુલ 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો હતો અને ગુજરાત પ્રવાસનની યાદીમાં પણ સામેલ હતો. 

એન્જિનિયરિંગનું ખૂબ સારું ઉદાહરણ હતો આ ઝુલતો પુલ 
બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલ આ ઝૂલતા પુલ ખૂબ સારું એન્જિનિયરિંગનું જીવંત ઉદાહરણ માનવામાં આવતું હતું. આ પુલ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના મચ્છુ નદીના કિનારે આવેલો હતો. આ પુલ મોરબીના રાજા વાઘજી ઠાકોરના રજવાડા દરમિયાન બાંધવામાં આવ્યો હતો અને એવું કહેવાતું હતું કે મોરબીના આ ઝૂલતા પુલ પરથી થઈને જ રાજા મહેલમાંથી રાજદરબારમાં જતા હતા.

સમારકામ બાદ ફરી ખુલ્લો મુકાયો હતો આ ઝુલતો પુલ 
જણાવી દઈએ કે આ ઝૂલતા પુલના મેન્ટેનન્સની જવાબદારી ઓરેવા ગ્રુપની પાસે હતી. આ ગ્રુપે માર્ચ 2022 થી માર્ચ 2037 સુધીનો 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે આ કરાર કર્યો હતો. ખાસ વાત એ છે કે આ બ્રિજ 5 દિવસ પહેલા સમારકામ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષમતા કરતા વધારે લોકોને આ પુલ પર જવા દેવાને કારણે આ દુર્ઘટના બની હતી. 

gujarattourism


 
141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું
રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. અત્યાર સુધી 132 મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને તેને પોસ્ટમોર્ટમ કર્યા વીના જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોને સોંપવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ