બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / The meteorological department has forecast rain in Gujarat 27 june 2022

સારા વરતારા / રૅઈનકોટ-છત્રી હાથવગી રાખજો! આ તારીખથી ગુજરાતને મેઘો ઘમરોળશે, હવામાન વિભાગની આગાહી

Vishnu

Last Updated: 06:26 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જૂલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાફરાબાદ, ચાંચબંદરના માછીમારોને બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના

  • હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી 
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
  • વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી 

આજે સોમવારે પહેલા દિવસે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને હળવાથી મધ્યમ વરસાદ પડશે. ક્યારે દક્ષણિ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે એટલે આગાહીના બીજા દિવસે અને બુધવાર એટલે કે ત્રીજા દિવસે વરસાદથી તીવ્રતા ઘટી જશે. પણ ચોથા અને પાંચમા દિવસે બુધવારે અને ગુરુવારે અતિભારે વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. 

ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

  • વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી 
  • તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી 
  • ભાવનગર, અમરેલી, કચ્છમાં વરસાદની આગાહી 
  • અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં વરસાદ પડવાની શક્યતા
  • રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢમાં પડી શકે છે વરસાદ
  • બોટાદ, દ્વારકા,ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા
  • સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદ વરસશે 
  • આણંદ,પંચમહાલ, દાહોદમાં પડી શકે છે વરસાદ
  • દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસી શકે વરસાદ

રથયાત્રામાં વરસાદ ભક્તોને ભીજવશે: હવામાન વિભાગ
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે. સાથે જ રથયાત્રાના દિવસે પણ અમદવાદામાં વરસાદ પડી ભક્તોને ભીંજવશે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે. 

અમદાવાદમાં ગઈકાલે 131 વૃક્ષો ધરાશાયી થયા
ભારે પવન સાથે અમદાવાદ માં પડેલા વરસાદ ને કારણે અમદાવાદ માં નુકશાન થયું છે. શહેરમાં વિવિધ જગ્યાઓ પર 131 થી વધુ વૃક્ષો થયા ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે જેને લઇ AMC ગાર્ડન વિભાગ દ્વારા રોડ પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી. ગઈકાલ થી મોન્સુન કંટ્રોલ રૂમમાં આવી પાણી ભરવા અને વૃક્ષ ધરાશાયી થવાના કોલ આવી રહ્યા છે તો શહેરમાં પેહલા વરસાદમાં  રોડ સેટલમેન્ટની બોડકદેવ ખાતેની 1 ફરિયાદ મળી છે જેને લઇ તંત્ર કામે લાગ્યું છે.

દરિયામાં 3 નંબરનું સિગ્નલ
ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભારે પવન ફૂંકાવવાની શક્યતાઓને ધ્યાને લઈ તેમજ દરિયામાં કરંટ જોવા મળતા સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરવામાં આવ્યા છે.જાફરાબાદ, ચાંચબંદરના માછીમારોને બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 2.5 ઈંચ, ધરમપુરમાં સવા 2 ઈંચ, જાંબુઘોડામાં 2 ઈંચ, સોનગઢમાં પોણ 2 ઈંચ, ચીખલીમાં પોણા 2 ઈંચ, ધોળકામાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ગોધરામાં 1.5 ઈંચ, ફતેપુરામાં 1.5 ઈંચ, લાલપુરમાં સવા ઈંચ, કુતિયાણામાં સવા ઈંચ, આણંદમાં સવા ઈંચ, વિરમગામમાં સવા ઈંચ વરસાદ, કઠલાલમાં 1 ઈંચ, ગળતેશ્વરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ ગત મોડી સાંજે રાજ્ય સહિત અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતાં. તો વળી આ તરફ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો હતો. અને આગામી દિવસોમાં  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ