બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The major changes made by the government in the PM KISAN scheme will have a direct impact on millions of farmers

લાભ / PM KISAN યોજનામાં સરકારે કર્યા મોટા બદલાવ, કરોડો ખેડૂત પર પડશે સીધી અસર

Hiren

Last Updated: 05:11 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારે આ યોજના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

આ ફેરફારથી 12 કરોડથી વધુ ખેડૂતોને થશે અસર 
માત્ર મોબાઈલ નંબર નહીં આધાર કાર્ડની પણ પડશે જરૂર 
બેંક ખાતાની તપાસનો દુરુપયોગ ટાળવા માટે કરાયો ફેરફાર
 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. 2000ના 3 હપ્તામાં રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાથી 12 કરોડ ખેડૂતોને ફાયદો થાય છે. 

માત્ર મોબાઈલ નંબર નહીં આધાર કાર્ડની પણ પડશે જરૂર 
રિપોર્ટ્સ અનુસાર આ પ્લાનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, ખેડૂતો પીએમ કિસાન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમના મોબાઇલ નંબરની મદદથી બેંક ખાતામાં જમા રકમની તપાસ કરતા હતા. પણ હવે એવું નહીં થાય. હવે ખેડૂતોએ આ માટે આધાર અને બેંક ખાતાની વિગતો પણ આપવી પડશે. 

આ ફેરફારથી 12 કરોડથી વધુ ખેડૂતોને થશે અસર 
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આ ફેરફારથી 12 કરોડથી વધુ નોંધાયેલા ખેડૂતોને અસર થશે. અત્યાર સુધી, રજીસ્ટ્રેશન પછી, ખેડુતો પોતાના મોબાઈલ નંબર દ્વારા પોતાની સ્થિતિ તપાસી શકતા હતા. હવે ખેડૂતો તેમના મોબાઈલ નંબર દ્વારા સ્ટેટસ જોઈ શકશે નહીં અને તેઓએ આધાર નંબર સાથે અન્ય કેટલીક વિગતો દાખલ કરવી પડશે અને ત્યારબાદ તેઓ આ યોજનામાંથી વધુ માહિતી મેળવી શકશે. 

તપાસનો દુરુપયોગ ટાળવા માટે કરાયો ફેરફાર 
બેંક ખાતાની તપાસનો દુરુપયોગ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ કોઈ પણ વ્યક્તિ મોબાઈલ નંબરની મદદથી ખેડૂતનું એકાઉન્ટ ચેક કરી શકતું હતું. પરંતુ હવે આધાર કાર્ડ વિના આવું કરવું અશક્ય છે. આ સિવાય ખેડૂતો આધાર દ્વારા તેમની અરજીની સ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે. 

આવી રીતે કરો એપ્લિકેશન સ્ટેટ્સની તપાસ
- સૌપ્રથમ pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લો. 
-વેબસાઈટની જમણી બાજુએ 'કિસાન કોર્નર' પર ક્લિક કરો. 
-હવે વિકલ્પમાંથી Beneficiary Status પર ક્લિક કરો.
-સ્ટેટસ ચેક કરવા માટે તમારે આધાર નંબર, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર જેવી કેટલીક વિગતો દાખલ કરવી પડશે. 
-આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તેની માહિતી મેળવી શકો છો. 

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરીએ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. આ પછી નવા વર્ષે કરોડો ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. ખેડૂતો આ પૈસા આધાર કાર્ડની મદદથી ચેક કરી શકે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ