બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The main gate of Shamlaji temple is covered with gold

સુવર્ણ દ્વાર / ભગવાન શામળાજીના મંદિરના દ્વાર સોનાથી મઢાયા, ભગવાન વિષ્ણુના 10 અવતારોને કંડારાયા

Kishor

Last Updated: 08:14 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એક ભક્ત દ્વારા આપવામાં આવેલ દાનથી યાત્રાધામ શામળાજી મંદિરનો મુખ્ય દ્વાર સોના જડીત બનાવાયો છે.

  • શામળિયાના ગર્ભગૃહનું મુખ્ય દ્વાર સોનાથી મઢાયુ 
  • ભગવાનના વામન, કલકી, નૃસિંહ અવતારોને કંડારાયા 
  • અંદાજે 7 લાખની કિંમતનું સોના મઢિત દ્વાર ફિટ કરાયું

અરવલ્લી જિલ્લામાં આવેલ વિખ્યાત શામળાજી મંદિર કરોડો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. જે મંદિરના ગર્ભગૃહના દરવાજાને સોનાના પતરા વડે મઢવામાં આવ્યા છે. અમદાવાદના એક દાતાએ આપેલી ભેટમાંથી આ દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે. જેથી અદભૂત શોભા ધરાવતા મંદિરની શોભાને ચાર ચાંદ લાગશે.  

યાત્રાધામ શામળાજી મંદિરનુ મુખ્ય દ્વાર સોનાથી મઢાયુ 
યાત્રાધામ શામળાજી મંદિરનો મુખ્ય દ્વાર સોનાથી જડિત બનાવાયો છે. ભગવાન શામળાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના એક દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. જેમાંથી શામળિયાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર સોનાથી મઢવામાં આવ્યું છે. અંદાજે 7 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણમઢિત દ્વાર ફિટ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભગવાનના જુદા જુદા અવતારો કંડારવામાં આવ્યા છે. જેમાં વામન, કલકી, નૃસિંહ સહિત ભગવાન વિષ્ણુના 10 અવતારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

અગાઉ ચાંદીથી મઢેલા હતા દરવાજા
મહત્વનું છે કે આ અગાઉ અહી મંદિરમાં ચાંદીથી મઢેલા દરવાજા લગાવવામાં આવ્યા હતા. જેના સ્થાને હવે સોનાના દરવાજા મંદિરની શોભા વધારશે. તથા થોડા સમય અગાઉ ભગવાનને હીરાજડિત સુવર્ણ મુગટ ઉપરાંટ કિંમતી ડાયમંડ પણ જડવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ