બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / the kashmir files is declared tax free in uttarpradesh

સુપરહીટ / કાશ્મીરી પંડિતોની વ્યથા દર્શાવતી ફિલ્મ 'The Kashmir Files' ને લઈને UP માં CM યોગીનો આદેશ છૂટ્યો

Khevna

Last Updated: 10:10 AM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ તથા કર્ણાટક બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જાણો આ વિષે વિગતવાર

  • ઉત્તરપ્રદેશમાં ટેક્સ ફ્રી કરાઈ ધ કશ્મીર ફાઈલ્સ 
  • ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ થઇ છે ટેક્સ ફ્રી 
  • કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 

ધ કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોના દિલ 

ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. હવે આ ફિલ્મને ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરાઈ છે. 

ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી ધ કશ્મીર ફાઈલ્સ 
કશ્મીરી પંડિતોનાં નરસંહારને દર્શાવતી ફિલ્મ  ધ કશ્મીર ફાઈલ્સને ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય યોગી આદિત્યનાથ સરકારે લીધો છે. વિવક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઘણા રાજ્યોમાં પહેલા જ કરમુક્ત કરવામાં આવી છે. UPમાં પણ આવી માંગ કરવામાં આવી રહી હતી. 

ગુજરાતમાં થઈ ટેક્સ ફ્રી
1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. 

હરિયાણા, મધ્યપ્રદેશ તથા કર્ણાટકમાં પણ કરાઈ છે કરમુક્તીની જાહેરાત

હરિયાણાની  સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની ઘોષણા કરી છે. આ ફિલ્મને ભારતમાં ૭૦૦ સ્ક્રીન પર જ રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મના પ્રથમ દિવસે અંદાજે રડપિયા ૩ કરોડનું કલેકશન કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. 

કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે. 

કંગનાએ સાધ્યો બોલિવુડ પર નિશાનો 

કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે, કૃપા કરીને ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ફિલ્મ ઈંડસ્ટ્રીનાં આ પિન ડ્રોપ સાઈલન્સને નોટિસ કરો. આ ફિલ્મનું ન માત્ર કન્ટેન્ટ પરંતુ બીઝનેસ પણ ખૂબ જ શાનદાર રહ્યો છે. આ ફિલ્મનું ઇન્વેસ્ટમેંટ અને પ્રોફિટ એક એવી કેસ સ્ટડી બની શકે છે કે આ ફિલ્મ વર્ષની સૌથી સફળ અને લાભદાયક ફિલ્મ રહેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ