બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Indian government is very cautious after seeing the corona virus in China

નિવેદન / ચોથી લહેર ન આવે તે માટે પ્રયાસ: કોરોના વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જુઓ શું કહ્યું?

Malay

Last Updated: 01:33 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાઈરસના સબ-વેરિયન્ટ બીએસફ.7એ ચીનમાં આતંક મચાવ્યો છે. ચીનની પરિસ્થિતિ જોયા બાદ ભારત સરકાર ખૂબ જ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ દરેકને ગભરાયા વિના સતર્ક રહેવા જણાવ્યું છે.

  • ચીનમાં કોરોના કહેરને જોઇ ભારત સરકાર ખૂબ જ સાવધ 
  • કોવિડ મહામારીને ફેલાતી અટકાવવા ભારત સરકાર એલર્ટઃ મનસુખ માંડવિયા
  • ગુજરાતની જનતા સતર્ક રહે ગભરાવાની જરૂર નથીઃ માંડવિયા

 કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. એક રિપોર્ટ મુજબ કોરોનાના BF.7 પેટા પ્રકારને કારણે ચીનમાં દરરોજ 5 હજાર મૃત્યુ થઈ રહ્યા છે. ચીનમાં કોરોનાના નવા પ્રકારને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર ખૂબ જ સાવધ બની ગઈ છે. આ તરફ બેઠકોનો દોર પણ યથાવત છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. 

ભારત સરકાર સતર્કતાથી ભરી રહી છે પગલાઃ મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, યુરોપ સહિતના દેશોમાં કોવિડનો વેવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિની અંદર આપણા દેશમાં કોવિડ મહામારીને ફેલાતી અટકાવવા માટે ભારત સરકાર સતર્કતાથી પગલા ભરી રહી છે. ગઈકાલે જ કોવિડ માટેની એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી છે. સંસદના ફ્લોર પરથી મેં એક નિવેદનમાં દરેકને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો આગ્રણ પણ કર્યો છે. જેથી ભવિષ્યમાં આપણા દેશને કોવિડના BF 7ના સંક્રમણથી બચાવી શકાય. 

સતર્કતા રાખો કોઈએ ગભરાવવાની જરૂર નથીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી
મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તમારી બાકી બધી જ વ્યવસ્થાઓ ચલાવો, સતર્કતા રાખો કોઈએ ગભરાવવાનું નથી. ચોથી લહેર દેશમાં ન આવે તે માટે અમે દરેકને સતર્ક કરી રહ્યા છીએ. હું ગુજરાતની જનતાને પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા સતર્ક રહે ગભરાવાની જરૂર નથી.

જુલાઈથી કોરોનાના કેસમાં ઘટાડો 
ભારતમાં જુલાઈ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થવા લાગ્યો હતો. એક સપ્તાહમાં કોરોનાના 1,200થી પણ ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 14 થી 23 ડિસેમ્બર સુધી એટલે કે 10 દિવસમાં કોરોનાના 1,566 કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કુલ 3,380 સક્રિય કેસ છે. 

કોરોના સામે લડવા ભારત તૈયાર 
સરકારી આંકડાઓ અનુસાર જૂન 2022 સુધીમાં દેશભરમાં 13.08 લાખથી વધુ એલોપેથિક ડોક્ટરો છે. આ સિવાય 5.64 લાખ આયુષ ડોક્ટરો પણ છે. તે મુજબ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડૉક્ટર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના સામે લડવાની તૈયારીમાં લાગેલી છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આજથી રેન્ડમ કોરોના ટેસ્ટ જરૂરી બની ગયો છે. આ ઉપરાંત અનુનાસિક રસી (નાકની રસી) પણ કો-વિન પોર્ટલમાં આગલા દિવસે (23 ડિસેમ્બર) ઉમેરવામાં આવી હતી. તેનો ઉપયોગ બૂસ્ટર ડોઝની જેમ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ