બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / The High Power Committee will report within 3 days, we have been sent here by the Chief Minister

લઠ્ઠાકાંડ / હાઈપાવર કમિટી 3 જ દિવસમાં રિપોર્ટ આપશે, અમને મુખ્યમંત્રીએ અહીં મોકલ્યા છે: ભાવનગરમાં વાઘાણીનું નિવેદન

Priyakant

Last Updated: 07:27 AM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોઈપણ ચરમબંધીને છોડવામાં નહી આવે. સરકાર કાંઈ છુપાવવા નથી માંગતી. હાઇપાવર કમિટી ત્રણ દિવસમાં રિપોર્ટ આપશે જે બાદમાં કોઈને બક્ષવામાં નહી આવે

  • ભાવનગરમાં જીતુ વાઘાણીનું નિવેદન, કોઈપણ ચરમબંધીને છોડવામાં નહી આવે
  • સરકાર કાંઈ છુપાવવા નથી માંગતી, જે કોઈ પણ સંડોવાયેલા હશે તેમની સામે કાર્યવાહી થશે
  • આ રાજનીતિ કરવાનો વિષય નથી, અમને મુખ્યમંત્રીએ અહીં મોકલ્યા છે: વાઘાણી

બોટાદના બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ બાદ અસરગ્રસ્તો સારવાર હેઠળ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેને લઈ હવે આરોગ્યમંત્રી અને શિક્ષણમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 25 દર્દીઓના મોત થયા છે. ભાવનગરમાં 18 ક્રિટિકલ 12 ડાયાલીસીસ ઉપર છે. આ તરફ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોઈપણ ચરમબંધીને છોડવામાં નહી આવે. સરકાર કાંઈ છુપાવવા નથી માંગતી. આ સાથે ઉમેર્યું હતું કે, આ રાજનીતિ કરવાનો વિષય નથી. સમગ્ર ઘટનાને લઈ એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે. 

અમને મુખ્યમંત્રીએ અહીં મોકલ્યા છે: જીતુ વાઘાણી 

રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, અમને મુખ્યમંત્રીએ મોકલ્યા છે, આ રાજનીતિ કરવાનો વિષય નથી. સમગ્ર ઘટનાને ળાઇ એક  હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કમિટીના ચેરપર્સન શુભાષ ત્રિવેદી નીમવામાં આવ્યા છે. આ કમિટી ત્રણ દિવસમાં રિપોર્ટ આપશે જે બાદમાં કોઈને બક્ષવામાં નહી આવે. આ સાથે કસૂરવાર પર ચાર્જ સહિત કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું. 

600 લિટર કેમિકલ ખરીદવામાં આવ્યું હતું : વાઘાણી

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા 600 લિટર કેમિકલ ખરીદવામાં આવ્યું હતું. આ સાથે હવે પોલીસની ટુકડીઓ ઘરે ઘરે  અને ગામડાઓમાં ફરીને તપાસ કરી રહી છે. આ સાથે તેમણે મીડિયાના વખાણ કરતાં જણાવ્યું હતું કે, મીડિયાનો રોલ પણ પ્રશંસનીય છે. જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જે બાદમાં 
અમને મુખ્યમંત્રીએ અહી મોકલ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ