બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / The gujarat traffic police took note of VTV's report Action will be taken against those who park illegally

IMPACT / મનફાવે ત્યાં વાહનો પાર્ક કરતા પહેલા 10 વખત વિચારી લેજો, VTVના અહેવાલ બાદ ટ્રાફિક DCPએ આપ્યા કડક આદેશ

Vishnu

Last Updated: 05:45 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શૈક્ષણિક સંસ્થાઓ, કોમર્શિયલ બિલ્ડિંગ, કોચિંગ ક્લાસને નોટિસ ફટકારવામાં આવી, ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ પગલાં લેવા ટ્રાફિક DCP મયંકસિંહ ચાવડાએ આપી દીધા નિર્દેશ

  • VTVના અહેવાલની ટ્રાફિક પોલીસે લીધી નોંધ
  • ગેરકાયદેસર પાર્કિંગ કરનાર સામે પગલાં લેવાશે

અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.. પરંતુ આ સ્માર્ટ સિટીમાં સૌથી વધુ સમસ્યા ટ્રાફિકની છે.. કારણ કે, લોકો પાર્કિંગની વ્યવસ્થાના અભાવે મનપડે ત્યાં પાર્કિંગ કરીને જતા રહે છે.. જોકે બીજી તરફ પાર્કિંગ માટે ખાસ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થાઓ કરાઈ હોવાનું અને નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની તંત્ર ખોખલી વાતો કરે છે.. ત્યારે વીટીવી ન્યૂઝે પોકળ દાવાઓ વચ્ચે પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું રિયાલિટી ચેક કર્યું હતું જેમાં તંત્રની ખોખલી વાતો ઉઘાડી પડી હતી. હવે ટ્રાફિક DCP મયંકસિંહ ચાવડા અહેવાલની ગંભીર નોંધ લીધી છે. 

પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવનાર સામે કડક કાર્યવાહી થશે
અમદાવાદમાં પાર્કિંગની સમસ્યાના VTVના અહેવાલની અસર જોવા મળી.VTVના અસરદાર અહેવાલ બાદ ટ્રાફિક પોલીસ જાગી છે.શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ કરતા વાહનો સામે પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે.કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગ મુદ્દે નોટિસ આપી છે.શૈક્ષણિક સંસ્થાઓ, કોમર્શિયલ બિલ્ડિંગ, કોચિંગ ક્લાસને નોટિસ ફટકારી છે.પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવનાર સામે કડક કાર્યવાહી થશે.ટ્રાફિક DCP મયંકસિંહ ચાવડાએ તપાસના આદેશ આપ્યા છે.રહેણાંક વિસ્તારમાં પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે.રહેણાંક વિસ્તારમાં પાર્કિંગનો અભાવ હોય તેને નોટિસ ફટકારી છે.

વગર આયોજને પાર્કિંગ બનાવ્યા ઉપયોગ નહીવત
કાંકરિયા અને નવરંગપુરા ખાતે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવ્યુ છે જે નીષ્ળફ ગયુ છે...કાંકરિયા પાર્કીંગની વાત કરીએ તો 7 માળના આ પાર્કીંગમાં કેપેસીટી કરતા અડધા વાહનોનું જ પાર્કીગ કરવામા આવે છે...તથા આવી જ સ્થિતિ નવરંગપુરા ખાતેના પાર્કિંગમાં પણ જોવા મળી રહી છે...અંહી મનપા દ્વારા 170 કરોડના ખર્ચે પાર્કીગ બનાવાયુ છે...અંહી ટેન્ડર કમ હરાજીથી આપેલા પાર્કીગમાં 60 ટકા જ્યારે  વીઝીટર્સ માટેના પાર્કીગનો 40 ટકા ઉપયોગ થાય છે.

સ્માર્ટ સિટીમાં પાર્કિગની સમસ્યા શું છે?

  • સ્માર્ટ સિટીમાં પાર્કિંગનો વિકટ પ્રશ્ન
  • જાહેર માર્ગો પર લોકો કરી રહ્યા છે પાર્કિંગ
  • પાર્કિંગના અભાવને કારણે આડેધડ થઇ રહ્યા છે પાર્કિંગ
  • ફૂટપાથ પર પાર્કિંગ કરવા વાહનચાલકો મજબૂર
  • રહેણાંક વિસ્તારમાં બહારથી આવનારા લોકો કરી રહ્યા છે આડેધડ પાર્કિંગ
  • સોસાયટીના માર્ગો પર વાહનચાલકોએ સ્વેચ્છાએ બનાવ્યા પાર્કિંગ
  • બેફામ પાર્કિંગ સામે તંત્રના દાવાઓ પોકળ
  • તંત્રની કાર્યવાહીના દાવા વચ્ચે જનતામાં જોવા મળ્યો રોષ

કોમર્શિયલ ઇમારતો પાસે નથી પાર્કિંગ વ્યવસ્થા
અમદાવાદ શહેર મહાનગર પાલિકા પાસે પાર્કિંગ પોલિસીને લઇ કોઇ નક્કર આયોજન જોવા નથી મળી રહ્યું.મનપા દ્વારા પાર્કિંગ મુદ્દે એક નવી પોલિસી બનાવવાની જરૂરિયાત દેખાઇ રહી છે.મનપામાં પાર્કિંગ પોલિસીને અભાવે લોકો આડેધડ પાર્કિંગ કરી રહ્યા છે.કોમર્શિયલ ઇમારતો પાસે પાર્કિંગની સુવિધા ન હોવા છતાં પણ કોમર્શિયલ ઇમારતો ધમધમી રહી છે.વાહનો આડેધડ પાર્કિંગ થવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ