બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The gross GST revenue collected in the month of July 2022 is Rs 1,48,995 crores

રેકોર્ડબ્રેક / જુલાઇ મહીનામાં 1.49 કરોડ રૂપિયાનું GST કલેક્શન, ગત વર્ષ કરતાં 28% વધારે, ઈકોનોમિક રિકવરીનાં સંકેત

ParthB

Last Updated: 02:21 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈ, 2022માં GST કલેક્શન રૂ. 1,48,995 કરોડ રહ્યું છે.એટલે કે, જુલાઈ 2021ની સરખામણીએ જુલાઈ 2022માં GST કલેક્શનમાં 28 ટકાનો ઉછાળો આવ્યો છે.

  • એપ્રિલ 2022માં GSTનું કલેક્શન રૂ. 1,67,540 કરોડ હતું
  • મે મહિનામાં રૂ. 1,40,885 કરોડ અને જૂનમાં રૂ. 1,44,616 કરોડ હતું
  • જુલાઈમાં GST કલેક્શનનો આંકડો રૂ. 1,48,995 કરોડ હતો

જુલાઈ 2022માં  GST કલેક્શન અત્યાર સુધીનું બીજું સૌથી વધુ છે.

જુલાઈ 2022માં  GST કલેક્શન રૂ. 1,48,995 કરોડ થયું છે, જે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ છે. જ્યારે જૂન મહિનામાં GST કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા હતું. એપ્રિલ 2022માં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું, ત્યાર બાદ જુલાઈમાં સૌથી વધુ GST કલેક્શન જોવા મળ્યું છે.

જુલાઈ 2022માં GST કલેક્શનમાં 28 ટકાનો ઉછાળો આવ્યો

ગત વર્ષે જુલાઈ 2021ની સરખામણીએ જુલાઈ 2022માં GST કલેક્શનમાં 28 ટકાનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે જુલાઈમાં GST કલેક્શન 1,16,393 કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જુલાઈ, 2022માં રૂ. 1,48,995 કરોડના જીએસટી કલેક્શનમાંથી CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, રૂ. 41,420ના માલની આયાતમાંથી રૂ. 79,618 કરોડનું IGST કલેક્શન થયું છે. અને સેસ કલેક્શનનો હિસ્સો રૂ. 10,920 કરોડ રહ્યો છે.

 

આ સતત પાંચમો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું 

મહત્વનું છે કે, 1લી જુલાઇ 2017ના રોજ GSTના અમલ પછી GST કલેક્શનનો આ બીજો સૌથી વધુ આંકડો છે. બીજી તરફ, આ સતત પાંચમો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. અને દર મહિને GST કલેક્શનમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જુલાઈ 2021માં GSTની આવક ગયા વર્ષની સરખામણીમાં 35 ટકા વધુ છે.

 GST કલેક્શન પર આર્થિક રિકવરીની સકારાત્મક અસર જોવા મળી 

આ  ઉપરાંત, GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે, વધુ સારી રીતે અનુપાલન જોવા મળી રહ્યું છે.સારા રિપોર્ટિંગની સાથે GST કલેક્શન પર આર્થિક રિકવરીની સકારાત્મક અસર જોવા મળી રહી છે. GST ચોરીને રોકવા માટે લેવામાં આવેલા પગલાં, ખાસ કરીને નકલી બિલ બનાવનારાઓ સામેની કાર્યવાહીને કારણે GST કલેક્શનમાં વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ