આજે સેશન્સ કોર્ટમાં 25 સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવશે
અગાઉ 28 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનવણી હાથધરાઈ હતી
સુરતમાં ગ્રીષ્માની હત્યાને લઈને આજે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ લોકો હવે એવી માંગ કરી રહ્યાં છે કે, ગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે ત્યારે આજે સેશન્સ કોર્ટમાં આ મામલે ફરીથી સુનાવણી કરવામાં આવશે જેમાં 25 સાક્ષીઓની ઉલટ તપાસ કરાશે.
આજે 25થી વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવશે
ગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવશે. તેવી ખાત્રી સાથે આજે સુરત સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આજે આ મામલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં 25 સાક્ષીઓના ઉલટ તપાસ કરવામાં આવશે ત્યાર બાદ આ તમામ સાક્ષીઓનું નિવેદન લેવામાં આવશે.
પીએમ કરનાર તબીબની જુબાની પૂર્ણ
આપને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે ગ્રીષ્માના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરનાર ડૉક્ટરની જુબાની અને ઉલટ તપાસ પૂર્ણ કરી છે.
અગાઉ 28 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનવણી હાથધરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માના હત્યાની સુનવણી 28મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ગ્રીષ્માના ભાઈ તેના ફુઆ અને પીએમ કરનાર ડૉક્ટરનું નિવેદન લેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ ઘટનામાં આ ત્રણેયના નિવેદનો આ કેસમાં ઘણા અગત્યના માનવામાં આવી રહ્યા છે.