બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / The government in action mode in the case of the much-hyped recruitment scam in MS Uni.

હવે તપાસ / MS યૂનિ.માં બહુ ગાજેલા ભરતી કૌભાંડ મામલે એક્શન મોડમાં સરકાર, તાબડતોબ જુઓ શું લીધો નિર્ણય

Mehul

Last Updated: 06:39 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ મામલે રાજ્ય સરકારે તપાસ સમિતિ બનાવી છે, સમિતિના સભ્યોએ યુનિવર્સટીમાં તપાસ કરી સેનેટ સિન્ડિકેટ સભ્યોના નિવેદનો લીધા

  • MS યૂનિ.માં ભરતી વિવાદનો કેસ 
  • રાજ્ય સરકારે નીમી તપાસ સમિતિ 
  • સેનેટ-સિન્ડીકેટ સભ્યોના નિવેદન 

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ મામલે રાજ્ય સરકારે તપાસ સમિતિ બનાવી છે, જે સમિતિના સભ્યોએ સતત બીજા દિવસે યુનિવર્સટીમાં તપાસ કરી સેનેટ સિન્ડિકેટ સભ્યોના નિવેદનો લીધા હતા 

ઉચ્ચસ્તરીય રજૂઆત

એમ એસ યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ સભ્યો અને ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખી ભરતી કૌભાંડની તપાસ કરાવવા માંગ કરી હતી, જેના આધારે સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રિન્સિપાલ એ એસ રાઠોડ અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પ્રિન્સિપાલ આર એમ મોડની બે સભ્યોની કમિટી બનાવી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં તપાસ કરવાના આદેશ આપ્યા છે.કમિટીના સભ્યોએ સતત બીજા દિવસે યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ સભ્યો, શિક્ષકો અને અધ્યાપકોના નિવેદનો લીધા તેમની પાસેથી ભરતીમાં થયેલી ગેરરીતિના પુરાવાઓ પણ મેળવ્યા. ભરતીમાં ગેરરીતિના આક્ષેપ મામલે સેનેટ સિન્ડિકેટ સભ્યોએ સરકારની તપાસ કમિટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, સાથે જ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો...
  

અરજદારો આવ્યા સામે 

સરકારે બનાવેલી તપાસ કમિટી સમક્ષ યુનિવર્સિટી સંચાલિત એક્સપરિમેન્ટલ સ્કૂલમાં 7 વર્ષ સુધી શિક્ષકની નોકરી કરતાં દીપા પટેલ પણ પહોંચ્યા, જેમાં તેમણે કમિટીને કેટલાક પુરાવાઓ આપ્યા, જેમાં યુનિવર્સિટીએ રાતોરાત શિક્ષકને નોકરીમાંથી છુટ્ટા કર્યા, અને તેમની જગ્યાએ યુનિવર્સિટીમાં પ્રોફેસર મંકોડીના પુત્રી પૃથા મંકોડીને નોકરી પર રાખી લીધા.નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવેલ શિક્ષિકા મીડિયા સામે વાત કરતાં કરતાં રડી પણ પડ્યા હતા અને યુનિવર્સિટીમાં સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારએ કહ્યું કે સરકારે ભરતી કૌભાંડના આક્ષેપ મામલે તપાસ સમિતિ બનાવી છે જેના અધિકારીઓ તપાસ કરવા આવ્યા છે, યુનિવર્સિટી તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ કરશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ