જર્મનીના રાજદૂત ડોક્ટર ફિલિપ એકરમેને દિલ્હીમાં તેમની ટીમ સાથે આ વાયરલ ગીત પર ડાન્સ કર્યો
ફિલ્મ મેકર એસએસ રાજમોલીની આરઆરઆર ફિલ્મના સૌથી લોકપ્રિય ગણાતા નાટુ નાટુ સોંગએ શ્રેષ્ઠ ગીતોની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીતી અને દુનિયામાં ડંકો વગાડી દીધો છે. ત્યારે ભારતમાં જર્મનીના રાજદૂત ડોક્ટર ફિલિપ એકરમેને દિલ્હીમાં તેમની ટીમ સાથે આ વાયરલ ગીત પર ડાન્સ કરી જીતને વધાવી હતી. એટલું જ નહીં ત્યારબાદ ટ્વિટર પર એમબેસીડર એકરમેને પોતાનો વિડીયો અપલોડ કરી અને શેર કર્યો હતો.
Germans can't dance? Me & my Indo-German team celebrated #NaatuNaatu’s victory at #Oscar95 in Old Delhi. Ok, far from perfect. But fun!
આ દરમિયાન તેઓ દિલ્હીના ચાંદની ચોક પર રિક્ષામાંથી ઊતરી અને એક દુકાનદારને સવાલ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં કહી રહ્યા છે કે શું આ ભારતનું સૌથી પ્રસિદ્ધ ગીત છે. પછી દુકાનદાર પણ એમ્બેસેડરને જલેબીની પ્લેટ રાજદૂતને આપે છે બાદમાં લાકડી પણ આપે છે જેમાં દક્ષિણ કોરિયાનો ધ્વજ અને નાટુ નાટુ છપાયેલું હોય છે.
વીડિયો ટ્વીવટ કરી ને કહ્યું
બાદમાં વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહેલી વિગત અનુસાર ડોક્ટર એકરમેન અને તેમની ટીમના સભ્યો લાલ કિલ્લા નજીક સાથે મળીને નાટું નાટુ ગીત ડાન્સ કરી રહ્યા છે. જે વિગતો વીડિયોમાં નિહાળી શકાય છે. આ વીડિયોમાં તેઓ ડાન્સ સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ડાન્સની આ જમાવટ દરમિયાન આજુબાજુના લોકો પણ એકઠા થઈ જાય છે અને પ્રોત્સાહન કરતા હોવાનો જણાઈ રહ્યું છે. ' જર્મની ડાન્સ નહીં કર શકતે? અમે અને અમારી ટીમે જૂની દિલ્હીમાં નાટુ નાટુ ગીતને ઓસ્કારમા પસંદગી થવા બદલ જીતનો જશન મનાવ્યો હતો. જે પરફેક્ટ ન હોવા છતાં પણ મજા આવી હોવાનો અંતમાં ઉલ્લેખ કર્યો હતો.