બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / The first Tuesday of the new year turned out to be inauspicious for the stock market, closing with a big drop due to profit booking.

માર્કેટ કકડભૂસ / નવા વર્ષનો અ'મંગળવાર': શેર બજારમાં ધાર્યા બહારનો કડાકો, આ શેરોના રોકાણકારો રાતા પાણીએ રડ્યા

Pravin Joshi

Last Updated: 04:49 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષનું બીજું ટ્રેડિંગ સેશન અને મંગળવાર ભારતીય શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયું. રોકાણકારો દ્વારા ભારે વેચાણને કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે

  • મંગળવાર ભારતીય શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયો
  • રોકાણકારો દ્વારા ભારે વેચાણને કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો 
  • સેન્સેક્સ 380 પોઈન્ટના ઘટાડા સાથે 71,892 પોઈન્ટ પર બંધ થયો
  • નિફ્ટી 76 પોઈન્ટના ઘટાડા સાથે 21,665 પોઈન્ટ પર બંધ થયો 

નવા વર્ષનું બીજું ટ્રેડિંગ સેશન અને મંગળવાર ભારતીય શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયું. રોકાણકારો દ્વારા ભારે વેચાણને કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાથી માત્ર ફાર્મા સેક્ટરના શેર જ અસ્પૃશ્ય રહ્યા હતા. સેન્સેક્સ ફરી 72,000 ની નીચે સરકી ગયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 380 પોઈન્ટના ઘટાડા સાથે 71,892 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76 પોઈન્ટના ઘટાડા સાથે 21,665 પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 650 પોઈન્ટ અને નિફ્ટી 200 પોઈન્ટ્સ લપસી ગયો હતો. પરંતુ બજારે નીચલા સ્તરેથી થોડી રિકવરી દર્શાવી છે.

 

બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા 

આજના કારોબારમાં ફાર્મા, હેલ્થકેર, મેટલ્સ, મીડિયા, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ પ્રોફિટ બુકિંગ હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો ઘટીને બંધ થયા હતા જ્યારે માત્ર 6 શેરો વધીને બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 30 વધ્યા અને 20 નુકસાન સાથે બંધ થયા. આજના ટ્રેડિંગમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 365.21 લાખ કરોડ પર બંધ થયું હતું.

વાંચવા જેવું : માત્ર લોન મેળવવા જ નહીં, નોકરી માટે પણ વધારે ફાયદાકારક હોય છે Cibil Score, સમજો કેવી રીતે

Tag | VTV Gujarati

અનેક શેરમાં ઘટાડો જોવા મળ્યો

આજના ટ્રેડિંગમાં સન ફાર્મા 2.90 ટકા, બજાજ ફાઇનાન્સ 1.91 ટકા, ભારતી એરટેલ 1.07 ટકા, બજાજ ફિનસર્વ 0.88 ટકા, રિલાયન્સ 0.86 ટકા, ટાઇટન કંપની 0.66 ટકા, ITC 0.62 ટકા, પાવર ગ્રીડ 0.11 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ 2.46 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.44 ટકા, કોટક મહિન્દ્રા 2.42 ટકા, લાર્સન 2.31 ટકા, ICICI બેન્ક 1.91 ટકા, વિપ્રો 1.71 ટકા, ટેક મહિન્દ્રા 1.59 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

વાંચવા જેવું : OMG! રૂ.14.97 લાખ કરોડના આંકડાને આંબી ગયું GST કલેક્શન: નાણાં મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ