ઘણીવાર ખેડૂતો આર્થિક સંકળામણને કારણે મોતને વ્હાલુ કરતા અચકાતા નથી. ત્યારેક ખેડૂતો પર કુદરતી આફતને કારણે તો ક્યારેય આર્થિંક ભીંસમાં ખેડૂતો તણાવ અનુભવે છે. ત્યારે પંચમહાલના સુરેલી ગામમાં એક ખેડૂતે આત્મવિલોપન કરતા ચકચાર મચી. ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશન જઇને આત્મવિલોપનનો પ્રયાસ કરાતા પોલીસ દોડતી થઇ હતી.
સુરેલી ગામના ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ
પંચમહાલમાં આર્થિક સંકળામણને કારણે ખેડૂત દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો. કાલોલ તાલુકા પંચાયતમાં સુરેલી ગામના ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ખેતરમાં મંજૂર થયેલુ કૂવાનું બિલ ન ભરતા આર્થિક તંગીને કારણે ખેડૂતે આ પગલું ભર્યુ.
કૂવાની બિલની રકમ પાસ ન થતા ભર્યુ આ પગલું
સુરેલી ગામમાં ખેડૂતે પોતાના ખેતરમાં કૂવો બનાવ્યો. કૂવાની કામગીરી પુરી થઇ ગઇ તેમ છતાં બિલની રકમ મંજૂર ન થતા ખેડૂતો નાસીપાસ થઇ ગયો. આ અંગે ટીડીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં બિલની રકમ ન મળી. આત્મવિલોપન કરનાર ખેડૂતે સુરેલી ગામના સરપંચ પર આક્ષેપો કર્યા કે સરપંચે અદાવત રાખીને બિલ મંજૂર ન થવા દીધું. જો કે આત્મવિલોપન કરવા પહોંચેલા ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી.