બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The budget session of the Gujarat Assembly for the financial year 2023-24 is going to be presented

ગુજરાત બજેટ 2023 / ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ જાહેર: કરવેરામાં રાહત, મફત શિક્ષણ, જુઓ બજેટમાં કઇ-કઇ સુવિધા માટે કેટલાં કરોડની ફાળવણી

Malay

Last Updated: 01:40 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ ગયું છે. વિધાનસભા ચૂંટણી 2022માં જવલંત જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે જાણો આ બજેટમાં શું કરાઈ મહત્વની જાહેરાતો...

  • ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ
  • નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં રજૂ કર્યું બજેટ 2023-24
  • ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરાયું

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈએ આજે બીજી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાત સરકાર બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય જેવા વિભાગ માટે મહત્વની જાહેરાતો કરી છે. આજના બજેટમાં ગુજરાતીઓને સૌથી મોટી રાહત મળી છે.બજેટમાં કરવેરામાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

ગુજરાત સરકારના વર્ષ 2023-24ના રજૂ થયેલા બજેટની મુખ્ય વાતો 

 

12:25 PM
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 8500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. MSME ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મોટા ઔદ્યોગિક એકમોને મુડી રોકાણ માટે પ્રોત્સાહિત કરવા 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદીજાતિ વિસ્તારમાં GIDC વસાહતોના વિકાસ માટે 23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ટ્રીટેડ વેસ્ટ વોટર નિકાલની પાઈપ લાઈન માટે 470 કરોડ, રફાળેશ્વર અને બેડીપોર્ટ નજીક ટર્મિનલ માટે 237 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોલેરા, માંડલ-બેચરાજી, PCPIR દહેજમાં વૈશ્વિક માળખાકીય સુવિધા માટે 188 કરોડ, જંબુસર ખાતે સ્થાપવામાં બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે 100 કરોડ, માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ માટે વધારાની કાઉન્સિલની રચના માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  
 

12:16 PM
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનોની સહાય માટે 615 કરોડ, ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા સહાય માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 250 કરોડ, પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે 203 કરોડ, એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 200 કરોડ, ખાતેદાર ખેડૂતોના આકસ્મિત મૃત્યુ, કાયમી અપંગતાના વિમા માટે 125 કરોડ, સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઈ, ખેડૂતોને મિલેટ વાવેતર પ્રોત્સાહન માટે 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન માટે 10 કરોડન ફાળવવામાં આવ્યા છે. ટ્રેનિંગ ફોર એગ્રીક્લચરલ લર્નિગ એન્ડ ઈન્ટીગ્રેશન મિશન માટે 2 કરોડ, શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સિલેન્સ માટે 2 કરોડ, બાગાયતમાં ફળપાક વધારવા માટે 65 કરોડ, બાગાયતી પાકોમાં માળખાકીય સુવિધા માટે 40 કરોડ, નારિયેળીની ખેતીને પ્રોત્સાહન માટે 6 કરોડ, મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ સહાય માટે 5 કરોડ અને શહેરમાં માળી કામ રોજગારી તાલિમ માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

12:12 PM
બજેટમાં પાણી પુરવઠા પ્રભાગ માટે 6000 કરોડની જોગવાઈ કરાઈ છે.  નલ સે જલ યોજના માટે 2602 કરોડની જોગવાઈ કરાઈ છે. આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે 909 કરોડ, બુધેલથી બરોડા સુધી બલ્ક પાઈપલાઈન માટે 376 કરોડ, નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઈપલાઈન માટે 644 કરોડ, ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઈપલાઈન માટે 1044 કરોડ, ઘરાઈથી ભેસાંણ સુધી બલ્ક પાઈપલઈન માટે 392 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

12:06 PM
નાણામંત્રીએ જણાવ્યું કે, વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમિ કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈ.ટી પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે.  સ્પેસ મેન્યુફેક્ટરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ આઈ.ટી અને સ્ટાર્ટઅપના વિકાસ માટે 10 કરોડ ફળવવામાં આવ્યા છે. ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવવામાં આવ્યા છે. રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડની જોગવામાં કરવામાં આવી છે. 
 

12:03 PM
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડ, ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે 217 કરોડ, નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડ, 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

12:00 PM
માર્ગ મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઈ કરાઈ છે. 7 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાના રિસરફેસિંગ માટે 2200 કરોડ, ઓખા-બેટ દ્વારકાને જોડતા ફોરલેન બ્રિજ માટે 962 કરોડ, સરખેજ-ગાંધીનગર હાઈવે માટે 913 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ-બગાદરા-રાજકોટ હાઈવે માટે 615 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા માટે 600 કરોડની જોગવાઈ કરાઈ છે. 

No description available.

11:55 AM
જૂના પુલના પુન: બાંધકામ માટે 550 કરોડની જોગવાઈ કરાઈ છે. કચ્છ-બનાસકાંઠાને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તા માટે 401 કરોડ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ઈક્વિટિ ફાળા માટે 200 કરોડ, કીમ-માંડવી હાઈવે માટે 200 કરોડ, SOUને જોડતા રસ્તાઓ માટે 140 કરોડ, ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે 605 કરોડ, પરિક્રમા પથના બાંધકામ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

11:50 AM
આ બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ. આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

11:45 AM
નાણામંત્રીએ જણાવ્યું કે, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે રૂ.568 કરોડની જોગવાઈ કરાઈ છે.  રમત ગમત ક્ષેત્રે રૂ.320 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બનશે. 500 નવી શાળાઓને IN-SCHOOL યોજનાનો લાભ અપાશે. EMRS, GLRS, DLSS ની પણ શરૂઆત કરવામાં આવશે.


11:40 AM
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈ. રાજ્યમાં 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે. સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ ખર્ચ કરવામાં આવશે. RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12ના અભ્યાસ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

No description available.

11:34 AM
તેઓએ જણાવ્યું છે કે, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની સહાય માટે 12 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 10 હજાર વિદ્યાર્થીઓને સહાય મળશે. ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરાશે. 

11:30 AM
નાણામંત્રીએ જણાવ્યું કે, માર્ગ મકાન વિભાગ માટે 20 હજાર 642 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 8 હજાર 574 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પોલીસ જવાનો માટે બનાવાશે આવાસ અને મોડાસામાં જેલ  બનશે

11:28 AM
ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ જણાવ્યું છે કે, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ માટે કુલ 19 હજાર 685 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 

11:25 AM
નાણામંત્રી કનુભાઈએ જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઇ. એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા માટે 55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6 હજાર 64 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 

11:20 AM
નાણામંત્રી કનુભાઈએ જણાવ્યું કે, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ કરાઈ છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.2538 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19,685 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

11:15 AM
ગુજરાત બજેટ 2023 | આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 3410 કરોડ રૂપિયાની ફાળવણી. યુવાનોમાં સ્વરોજગારી માટે મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓ માટે રાજ્ય સરકાર રૂ.500 કરોડ ખર્ચ કરશે.  અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 1340 કરોડ, દિવ્યાંગ પેન્શન યોજનામાં 58 કરોડ રૂપિયા, સંકટમોચન યોજના માટે રૂ.20 કરોડ, દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.સાત કરોડની જોગવાઈ. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ. અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ કરાઈ છે. 
No description available.

11:11 AM
નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે. શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે. 


11:05 AM
અર્જૂન મોઢવાડિયાના જુનિયર કલાર્કની પરીક્ષાના પ્રશ્ન પર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે, જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા 3 હજાર કેન્દ્રો પર લેવાશે. પેપરલીક થતા જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ રખાઈ હતી.  હવે જુનિયર ક્લાર્ક પદ માટે એપ્રિલ 2023માં પરીક્ષા યોજાશે. પરીક્ષાના આયોજન પર રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. 

11:00 AM
ખંભાતના ધારાસભ્ય ચીરાગ પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે કે, છેલ્લા 2 વર્ષમાં ખેડાના માતરમાં 6 બોગસ ખેડૂતો સામે 4 કેસ નોંધાયા છે. 2 કેસમાં 5 શખ્સો બિન ખેડૂત જણાતા કાર્યવાહી કરાઈ છે. અન્ય 2 કેસમાં 1 શખ્સને બિનખેડૂત જાહેર કરાયો છે. તેની સામે ગણોતધારા કલમ 63 મુજબ કાર્યવાહી થશે.
 

10:55 AM
આ સાથે જ આજે વિધાનસભામાં મોરબી બ્રિજ દુર્ઘટના કેસનો મુદ્દો ઉછળ્યો હતો. મોરબી દુર્ઘટના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. જેનો સરકારે વિધાનસભામાં ફ્લોરમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં પુલ દુર્ઘટનાનો 1 બનાવ સામે આવ્યો છે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં 10 આરોપીની ધરપકડ કરાઈ છે.

10:50 AM
વિજાપુરના ધારાસભ્ય ડૉ.સી.જે ચાવડાએ જમીન રી-સર્વે મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, વિજાપુરમાં જમીન રી સર્વે મુદ્દે સરકાર ક્લસ્ટર ઝૂંબેશ ઉપાડશે. 100 અરજીઓના ગામોને ક્લસ્ટર બનાવીને ઝૂંબેશ હાથ ધરાશે.
 

10:45 AM
બોટાદ કેમિકલ કાંડનો મામલો વિધાનસભામાં ગાજ્યો છે. કેમિકલ કાંડમાં કુલ 33 નાગરિકોના મૃત્યુ થયાનો સરકારનો સ્વિકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. જીગ્નેશ મેવાણીના પ્રશ્ન પર ગૃહ વિભાગે લેખિતમાં જવાબ આવ્યો છે. ગૃહ વિભાગે જણાવ્યું છે કે બુટલેગરોને પાસા અને તડીપરની સજા કરવામાં આવી છે.
 

10:37 AM
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે કે, વહીવટી પ્રક્રિયામાં મહત્વના અંગ IASની 56 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં IASનું 313નું મંજૂર મહેકમ છે. હાલ કેન્દ્રમાં રાજ્યના 19 IAS ડેપ્યુટેશન પર છે. 

10:35 AM
ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે કે, છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલોમાં 50 ગાબડા પડ્યા છે. જ્યારે થરાદ તાલુકામાં 8 જગ્યાએ કેનાલો તૂટી છે. વાવ તાલુકામાં 24 જગ્યાએ કેનાલો તૂટી છે. સુઈગામ તાલુકામાં 9 જગ્યાએ કેનાલો તૂટી છે. ભાભર તાલુકામાં 11 જગ્યાએ કેનાલો તૂટી છે. આ કેનાલોના સમારકામ માટે રૂ. 17.90 લાખ ખર્ચ થયો છે.
 

10:35 AM
ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે કે, છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલોમાં 50 ગાબડા પડ્યા છે. જ્યારે થરાદ તાલુકામાં 8 જગ્યાએ કેનાલો તૂટી છે. વાવ તાલુકામાં 24 જગ્યાએ કેનાલો તૂટી છે. સુઈગામ તાલુકામાં 9 જગ્યાએ કેનાલો તૂટી છે. ભાભર તાલુકામાં 11 જગ્યાએ કેનાલો તૂટી છે. આ કેનાલોના સમારકામ માટે રૂ. 17.90 લાખ ખર્ચ થયો છે.

10:30 AM

પેપરલીકનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો છે. પેપરલીક મુદે વિધાનસભામાં અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો છે. અમિત ચાવડાના પ્રશ્ન પર ગૃહ વિભાગે જવાબ આપ્યો છે. ગૃહ વિભાગે જણાવ્યું કે, 5 ઘટનામાં 121 લોકો સામે ફરિયાદ કરાઈ છે. 101 ગુનેગારોની ધરપકડ કરાઈ છે. હજુ 20 ગુનેગારોની ધરપકડ બાકી છે. 

10:25 AM
ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર છે. આ દરમિયાન મુખ્યમંત્રી અને નાણામંત્રી વિધાનસભા ગૃહ પહોંચ્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર ગુજરાત સરકારનું પ્રથમ બજેટ ગુજરાતમાં વિરોધપક્ષના નેતા વગર જ રજૂ થશે. કોઈ વિરોધ વિના બજેટ રજૂ કરવામાં આવશે.આ વખતે નાણામંત્રી કનુ દેસાઇની બજેટ પોથી આકર્ષણનું કેન્દ્ર બની છે. નાણામંત્રી પાસે 'ખાટલી ભરત'ની થીમ વાળી પોથી જોવા મળી છે.
No description available.

10:20 AM
બજેટ રજૂ કરતા પહેલાં નાણામંત્રી કનુ દેસાઇએ શુભ તિલકથી કરી શુભ શરૂઆત, જુઓ VIDEO

 

10:15 AM
બજેટ અંગે ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે માંગ કરી છે કે, આદિવાસી ખેડૂતોને પાણી અને વીજળી મળે. જમીન વિહોણાને જમીન સાથે આવાસ આપવામાં આવે. આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળા, કોલેજો આપવામાં આવે. આદિવાસી વિસ્તારની શાળાઓમાં ઓરડા, શિક્ષકોની ઘટ પૂર્ણ થાય.

10:10 AM
બજેટ અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત વિકસિત રાજ્ય બને તે અંગેનું બજેટ આજે રજૂ થવાનું છે. આ બજેટ અમૃતકાળનું બજેટ છે. ભવિષ્યમાં યુવાધનને કેવી રીતે આગળ વધારી શકીએ તેવું બજેટ હશે. લાંબા ગાળાનું આયોજન કરી બજેટ બનાવ્યું છે.

10:00 AM
બજેટ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ હશે. આજે તમામ વર્ગના લોકોને રાહત આપતુ બજેટ રજૂ થશે. તેમણે જણાવ્યું કે, આજનું બજેટ ખેડૂત, ખેત મજૂર, વેપારીને રાહત આપતું બજેટ હશે.

09.50 AM
બજેટ અંગે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આજે રજૂ થવા જઈ રહેલું બજેટ આત્મનિર્ભર ભારતનું બજેટ હશે. લોકોનું હિતકારી, લોકઉપયોગી બજેટ હશે. તેમણે જણાવ્યું કે, અમૃતકાળનું બજેટ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ