બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The blue film started playing in the TV installed on the platform of the railway junction

પટના / શરમજનક: એકાએક TV પર ચાલવા લાગી અશ્લિલ ફિલ્મ ને પટના જંક્શન પર મચી ગઇ અફરાતફરી, VIDEO વાયરલ થતા RPF એક્શનમાં

Priyakant

Last Updated: 01:08 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ્વે જંકશનના પ્લેટફોર્મ પર લગાવેલા ટીવીમાં જ્યારે બ્લૂ ફિલ્મ ચાલવા લાગી ત્યારે પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મુસાફરો હાજર હોઇ મુસાફરોએ શરમથી માથું નીચું કરી લીધું હતું

  • રેલ્વે જંકશનના પ્લેટફોર્મ પર લગાવેલા ટીવીમાં બ્લુ ફિલ્મ ચાલવા લાગી 
  • પ્લેટફોર્મ પર લગાવેલા ટીવીમાં ત્રણ મિનિટ સુધી ચાલી બ્લૂ ફિલ્મ 
  • પ્લેટફોર્મ પર હાજર મુસાફરોનું માથું શરમથી નીચે ઝૂકી ગયું
  • દત્તા કોમ્યુનિકેશન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી 

બિહારની રાજધાની પટનાથી એક શરમજનક અને ચોંકાવનનારી ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે.  વાત જાણે એમ છે કે, રેલ્વે જંકશનના પ્લેટફોર્મ પર લગાવેલા ટીવી સેટમાં અચાનક બ્લુ ફિલ્મ ચાલવા લાગી હતી. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ જ્યારે ટીવીમાં બ્લૂ ફિલ્મ ચાલવા લાગી ત્યારે પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મુસાફરો હાજર હતા. જેને લઈ હાજર મુસાફરોએ શરમથી માથું નીચું કરી લીધું હતું. આ તરફ હવે RPF દ્વારા આ ઘટનાને ગંભીરતાથી નોંધ લઈ આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે. 

પટના રેલ્વે જંકશનના પ્લેટફોર્મ પર લગાવેલા ટીવી સેટમાં અચાનક બ્લુ ફિલ્મ ચાલવા લગતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ આ ઘટના પ્લેટફોર્મ નંબર 10 પર સવારે 9-10 વાગ્યાની વચ્ચે બની હતી. પ્લેટફોર્મ પરના ટીવી સેટમાં આ ફિલ્મ ચાલતી જ હતી. ત્યાં હાજર અનેક લોકોએ આ અંગે રેલવે અધિકારીઓને જાણ કરી હતી. આ પછી રેલવેમાં હોબાળો મચી ગયો હતો. જેને લઈ RPF દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ વધુ તપાસ હાથ ધરી છે . 
  
ત્રણ મિનિટ સુધી ચાલી બ્લૂ ફિલ્મ 
સૂત્રોનું માનીએ તો પટના રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા ટીવી પર લગભગ ત્રણ મિનિટ અને થોડી સેકન્ડ સુધી બ્લુ ફિલ્મ ચાલતી રહી. આ તરફ ઘટના  બાદ પટના આરપીએફ ઈન્ચાર્જનો નંબર સ્વીચ ઓફ થઈ રહ્યો હતો. માહિતી મુજબ દત્તા કોમ્યુનિકેશન ઓર્ગેનાઈઝેશનને રેલવે સ્ટેશન પરિસરમાં માહિતી આપવા અને તસવીરો બતાવવાની જવાબદારી આપવામાં આવી હતી.  

દત્તા કોમ્યુનિકેશન વિરુદ્ધ FIR 
બિહારની રાજધાની પટના રેલ્વે જંકશનના પ્લેટફોર્મ પર લગાવેલા ટીવી સેટમાં અચાનક બ્લુ ફિલ્મ ચાલવા લાગ્યા બાદ હડકંપ મચી ગયો છે.  આ તરફ હવે પહેલા ટીવી સેટમાં કેટલીક માહિતી બતાવવામાં આવી રહી હતી. જે બાદમાં અચાનક બ્લુ ફિલ્મ ચાલવા લાગી હતી. આ તરફ હવે દત્તા કોમ્યુનિકેશન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ