પ્લાન / શિયાળાની ઠંડીમાં ઘૂસણખોરીની નવી ખતરનાક પદ્ધતિને ડામવા સેનાનો આ છે ‘સ્પેશિયલ પ્લાન’

The Army has a special plan to fight New Obtrusion methods in winter

જમ્મુ-કાશ્મીર સહિત મોટાભાગના ઉત્તર ભારતમાં શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. પહાડો પર ભારે બરફવર્ષા થતાની સાથે જ લાઈન ઑફ કન્ટ્રોલ (એલઓસી) પરથી ઘૂસણખોરી કરવામાં સતત નિષ્ફળ જવાના કારણે હતાશ થયેલા આતંકીઓએ હવે ઈન્ટરનેશનલ બૉર્ડર (આઈબી)નો રસ્તો પસંદ કર્યો છે. આવી સ્થિતિમાં બૉર્ડર સિક્યુરિટી ફૉર્સ (બીએસએફ)એ આંતરરાષ્ટ્રીય સરહદ પર અનોખી ‘વિન્ટર મેનેજમેન્ટ સ્ટ્રેટેજી’ અપનાવી છે. આ સ્ટ્રેટેજીમાં જવાનોની વધારે તહેનાતી, વધારાના નાકા ઊભાં કરવા, અત્યાધુનિક ટેક્નિકવાળા ઉપકરણોની સંખ્યામાં વધારો કરવાની સાથે સાથે ફેન્સિંગ (કાંટાળી તારની વાડ)ની આસપાસ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ નજરે પડે તે સાથે ગોળી મારવાના આદેશો હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ