બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The accused themselves filed an application in the High Court in the incident of stoning at the Khambhat

ખંભાત / ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ખંભાત શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં આરોપીઓએ પોતે જ હાઇકોર્ટમાં કરી અરજી

ParthB

Last Updated: 10:18 AM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખંભાતમાં થયેલી કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ  કરવામાં આવી છે. જેમાં હિંસામાં નોંધાયેલી FIR ની તપાસ CID અથવા CBI સોંપવા અરજીમાં માગણી કરવામાં આવી છે.

  • ખંભાત શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો
  • ઉલ્ટા ચોર કોટવાલને દંડે તેવી સ્થિતિ
  • ખંભાત હિંસાની તપાસ CBI કે CIDને સોંપવા માંગ

આણંદ જિલ્લાના ખંભાતમાં થયેલી હિંસાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હિંસા દરમિયાન નોંધાયેલી પોલીસ ફરિયાદની તપાસ CID ક્રાઇમ અથવા તો CBI સોંપવા માટેની માંગણી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. 6 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે પારદર્શક રીતે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. જે મામલે આવનાર દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

તપાસ CBI-CID સોંપવા કરી માંગ

ગયા મહિને 10 એપ્રિલે ખંભાતના શક્કરપુરમાં હિંસા થઈ હતી. ચાલુ વર્ષે રામ નવમીના દિવસે આણંદના ખંભાતમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય તેવી રજૂઆત કરી છે. સાથે સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ કિસ્સામાં એક તરફી વલણ રાખીને પોલીસે કાર્યવાહી કરી છે. જેથી સમગ્ર મામલાની તપાસ CID અથવા તો CBIને સોંપવામાં આવે.

આ ઘટનામાં એકનું મોત 

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલ રાણાના મૃતદેહની ખંભાતમાં ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે સમગ્ર શહેર હીબકે ચડી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર શહેરમાં જય શ્રીરામના નારા સાથે નીકળેલી સ્મશાન યાત્રા સહિત શહેરીજનોએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા મૃતકના પરિવારને આશ્વાસન આપવા જિલ્લાના સાંસદ મિતેશ પટેલ ખંભાત પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ