બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / The 61-year-old Ahmedabad businessman runs a dead body van and gives tiffin service free
Last Updated: 10:26 AM, 23 October 2019
ADVERTISEMENT
વાજતે ગાજતે કઢાય છે સ્માશાન યાત્રા
અમદાવાદનાં 61 વર્ષીય બિઝનેસમેન દિલીપભાઈ બારભાયા છેલ્લાં 5 વર્ષથી મોક્ષવાહિની ચલાવે છે. અંદાજીત 1300 થી વધારે મૃતદેહોને તેઓ મોક્ષવાહિની દ્વારા સ્મશાન સુધી માનભેર લઈ ગયાં છે. રોજનાં 5થી 7 ફોન સ્મશાન યાત્રા માટે આવે છે. મોક્ષવાહિનીમાં જૈનોનાં સ્તવન, ભજનો અને અન્ય મંત્રો પણ વાગતાં હોય છે. દિલીપભાઈએ આ મોક્ષવાહીની રાજકોટમાં સ્પેશિયલ ડિઝાઈન કરાવી છે. કોઈ પણ ધર્મ જ્ઞાતિનાં લોકો બોલાવી શકે છે મોક્ષવાહિની
ADVERTISEMENT
કેવી રીતે આવ્યો વિચાર
દિલીપભાઈ 5 વર્ષ રહેલાં રાજકોટ બિઝનેસનાં કામથી ગયાં હતાં. તે દરમિયાન એક મોક્ષવાહિની નિકળતાં શહેરીજનોએ રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરી દીધો. તેમજ લોકોએ મૃતદેહને સલામી આપી. આ મૃતકોને આ પ્રકારનું માન આપતાં જોઈ તેમને મન થયું કે તેઓ આ કન્સેપ્ટ અમદાવાદમાં પણ શરુ કરે. તેમની ફેક્ટરીમાં પડેલી ગાડીને તેઓએ રાજકોટમાં મોડિફાય કરાવી મોક્ષવાહિની બનાવી.
ADVERTISEMENT
શરુઆતમાં લોકો અપશુકન ગણતાં
જ્યારે દિલીપભાઈ મોક્ષવાહિની પાર્ક કરતાં તો તેમને ઘણાં લોકો કહેતાં કે આ વાહિની જોઈ અમારો ધંધો નથી થતો. આજે એક પાર્ટી પ્લોટવાળાં, એક વૃદ્ધાશ્રમ અને એક ગેરેજવાળા તમામ લોકો મોક્ષવાહિની પાર્ક કરવાં માટે દિલીપભાઈને ઈચ્છા વ્યક્ત કરી છે. શરુઆતમાં કોઈ મૃતદેહની સ્મશાન યાત્રા માટે ફોન આવતાં તો દિલીપભાઈ પોતે જ જતાં હતાં. હજુ પણ દિલીપભાઈ 2થી 3 સ્મશાન યાત્રામાં જાય છે. તેમની સાથે વોલેન્ટીયર તરીકે ગેરેજવાળા રાજુભાઈ પણ મોક્ષવાહિની ચલાવવા માટે જાય છે. તેઓ આ તમામ સેવા મફતમાં આપે છે.
ADVERTISEMENT
મરણ પામેલાની ઘરે 30થી 50 લોકોનું જમવાનું પણ પહોંચાડે છે
દિલીપભાઈએ માતાની ઇચ્છા હતી કે લોકોને જમાડો જેને પુરી કરવા માટે લીલાબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની શરુઆત કરી. આ ટ્રસ્ટ દ્વારા જ આ મોક્ષવાહિની કાર્યરત છે. જેને ચલાવવાં માટે તેઓએ એક ડ્રાઈવર પણ રાખ્યો છે. આ ઉપરાંત છેલ્લા 3 મહિનાથી તેઓએ મરણવાળા ઘરમાં 30થી 50 લોકોનું જમવાનું પણ પહોંચાડે છે. જેમને આનો લાભ મેળવવો હોય તેઓને 2થી 3 કલાક પહેલાં કહેવું પડે છે.
ADVERTISEMENT
વૃધ્ધોને ટિફીન સેવા આપે છે
ADVERTISEMENT
આ સાથે દિલીપભાઈ 5 વર્ષથી 50થી 55 વૃદ્ધોને ઘરે ટીફિન સેવાં આપે છે. એવાં વૃદ્ધો જેઓ અશક્ત છે અને તેમનાં પરિવારજનો તેમને જમવાનું નથી આપતાં. તેમજ જેઓ એકલાં છે તેમને મફત ટિફીન સેવા આપે છે. ઘણાં ધનિક પરિવારનાં દિકરા એવા પણ છે જે માતા પિતાને ભૂખ્યા રાખે છે. કેટલાંક વૃદ્ધ એવાં પણ છે જેમને કોઈ નથી તેમને તેઓ એક ટંકનું ટિફીન મોકલે છે. દિવાળીમાં આ વૃદ્ધોને ફરસાણ અને મીઠાઈ પણ આપવાનાં છે.
દિવાળી પછી અમદાવાદમાં રોટી બેંક શરુ થશે
દિવાળી પછી 9 નવેમ્બર 2019નાં રોજથી તેઓ રોટી બેંક શરું કરવાનાં છે. આ રોટી બેંક દ્વારા ફુટપાથ પર રહેલાં 400 ગરીબ લોકોને 5 રોટલી, કેળાં અને દાળ આપવામાં આવશે. આ રોટી બેંકમાં સહકાર આપવા માંગતાં 1100 લોકો જોડાયાં છે. જેમાં 1100 લોકો પાસે ફોમ ભરાવી એક પરિવાર જો 2 રોટલીનું દાન આપે એવી અપીલ તેમનાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે લોકોએ તેમને આ કામ માટે સહકાર આપવાની બાંહેધરી આપી છે.
માતા કહેતા મહેમાન ન જમે તો ઘર વાંજ્યુ કહેવાય...
આ અંગે વાત કરતાં દિલીપભાઈ જણાવે છે કે મૃત્યુ પણ જન્મની જેમ એક પ્રસંગ છે. તેને સેલિબ્રેટ કરવો જોઈએ. મરનારને વાજતે ગાજતે માનભેર વિદાય આપવામાં આનંદ આવે છે. વૃદ્ધોને જમાડવાનું કારણ એ છે કે મારા મમ્મી કહેતા કે મહેમાન જમાડ્યાં પછી જમવું. કોઈ મહેમાન ન જમે તો ઘર વાંજ્યું કહેવાય. આ વૃદ્ધોને જમાડીશ તો પણ મહેમાનને જમાડ્યા કરતા વધારે મોટું કામ કહેવાશે. બીજુ મરણવાળા ઘરમાં સગાવ્હાલા આવ્યાં હોય તેથી એ સમયે કોઈ રસોઈ બનાવી શકે તેવી હાલત હોતી નહોઈ અમે તેમની ઈચ્છા હોય તો જમવાનું મોકલીએ છીએ. રોટી બેંક શરુ કરવાનું કારણ ફુટપાથ પર રહેલાં લોકોને તાજુ જમવાનું આપવાનું છે.
સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ , અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.