બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / The 11-year-old bowler became a fan of Team India's hit man, gave him a chance to bowl in the nets
Megha
Last Updated: 04:53 PM, 16 October 2022
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે અને ભારતની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. જો કે એ પહેલા ભારતીય ટીમે હજુ બ્રિસ્બેનમાં વોર્મ-અપ મેચ રમવાની છે. વોર્મ અપ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ પર્થમાં પ્રેક્ટિસ કરી હતી અને ત્યારનો એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ પ્રેક્ટિસ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટનને ગ્રાઉન્ડ પર એક નવો મિત્ર મળી ગયો હતો અને તેની રમતના રોહિત શર્મા ફેન બની ગયા છે.
BCCIએ એક વીડિયો શેર કર્યો હતો જે હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં 11 વર્ષના દ્રુષિલ ચૌહાણની રમત વિશે જણાવવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ દ્રુશિલને WACA ગ્રાઉન્ડમાં રમતા જોતાં હતા અને રોહિત શર્મા તેની બોલિંગ કરતાં જોઈને દ્રુષિલના ફેન બની ગયા હતા.
ADVERTISEMENT
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
— BCCI (@BCCI) October 16, 2022
When a 11-year-old impressed @ImRo45 with his smooth action! 👌 👌
A fascinating story of Drushil Chauhan who caught the eye of #TeamIndia Captain & got invited to the nets and the Indian dressing room. 👏 👏 #T20WorldCup
Watch 🔽https://t.co/CbDLMiOaQO
એ વાયરલ વિડીયોમાં રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવે છે અને તેની બોલિંગ જોવા ઊભી જાય છે. એ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટનએ તેને મળવા માટે બોલાવ્યો હતો અને રોહિત શર્માએ દ્રુષિલને નેટ્સમાં બોલિંગ કરવાનો મોકો પણ આપ્યો હતો. એ સમયે દ્રુશિલે જણાવ્યું હતું કે ઇનસ્વિંગ યોર્કર તેનો ફેવરિટ છે અને તે આ બોલને ફેંકવા માટે ઘણો પ્રયાસ કરે છે. એ પછી કેપ્ટન રોહિત શર્માએ દ્રુશિલને ઓટોગ્રાફ આપ્યો હતો અને તેની સાથે મસ્તી કરતાં પણ નજરે ચઢ્યો હતો.
11year old boy bowl to Rohit Sharma in net #T20WorldCup2022 #RohitSharma𓃵 #RohitSharma #T20WorldCup pic.twitter.com/iGScR36XQV
— Kuldeep Bishnoi. (@Kuldeep27423606) October 16, 2022
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને ત્યાં વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ બે અનઓફિશિયલ અને બે ઓફિશિયલ વોર્મ-અપ મેચ રમવાની છે. આ પછી 23 ઓક્ટોબર ણઆ દિવસે પાકિસ્તાન સાથે તેનો પહેલો મેચ રમાવવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.