બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / thats why pm modi gave a warning coronavirus wreaking havoc in britain and russia

ચેતવણી / એટલે જ PM મોદીએ આપી હતી વૉર્નિંગ! આ બે દેશોમાં કોરોનાએ ફરી તબાહી મચાવી, વેક્સિનથી પણ નથી બચી રહ્યા લોકો

ParthB

Last Updated: 04:57 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો છે બ્રિટનમાં દરરોજ 40 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. જ્યારે આ મામલે ભારત હજુ પણ કોરોના વાયરસને લઈને સજાગ છે.

  • ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો
  • રશિયામાં છેલ્લા 24 કલાકમાં 37,678 કેસ નોંધાયા
  • બ્રિટને ઘણા સમય પહેલા કોરોનાની રસી આપી છતાં કોરોના પુનઃબેકાબૂ 

વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો છે

વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો છે. બ્રિટનમાં દરરોજ 40 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે અને રશિયામાં દરરોજ 30 હજારથી વધુ કોવિડ કેસ જોવા મળી રહ્યા છે. પરંતુ ભારત હજુ પણ કોરોના વાયરસને લઈને સજાગ છે. પીએમ મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ છે પરંતુ આપણે બેદરકાર રહેવાની જરૂર નથી. ખૂબ કાળજી રાખવી પડશે. જ્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી અમે શસ્ત્રો મુકીશું નહીં. આપણે કોરોના સામેની લડાઈ જીતીશું.

રશિયામાં છેલ્લા 24 કલાકમાં 37,678 કેસ નોંધાયા

રશિયાની વાત કરીએ તો 23 ઓક્ટોબરે ક્રેમલિને છેલ્લા 24 કલાકમાં કોવિડથી 1075 લોકોના મોતની માહિતી આપી છે. અધિકારીઓ મોસ્કો સહિત દેશમાં તમામ ઓફિસો બંધ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 37,678 કેસ નોંધાયા છે. બ્રિટનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 48,728 નવા કોવિડ કેસ અહીં આવ્યા છે. ઓક્ટોબરથી બ્રિટનમાં દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

બ્રિટને ઘણા સમય પહેલા કોરોનાની રસી આપી છતાં કોરોના પુનઃબેકાબૂ 

કોવિડ સામે વિશ્વની પ્રથમ રસી (સ્પુટનિક) બનાવનાર રશિયાએ માત્ર એક તૃતીયાંશ લોકોને સંપૂર્ણ રસી આપી છે. બ્રિટનની વાત કરીએ તો અહીં લગભગ બે તૃતીયાંશ લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે, પરંતુ તેમ છતાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બ્રિટને પણ ઘણા સમય પહેલા કોરોનાની રસી AstraZeneca બનાવી હતી અને લોકોને ઉતાવળમાં રસી પણ આપી હતી, પરંતુ તેમ છતાં કોરોના બેકાબૂ હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, સંપૂર્ણ રસીકરણ કર્યા પછી પણ, ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની જરૂર છે. ભીડભાડવાળી જગ્યાઓ ટાળવી, માસ્ક લગાવવું, હાથ સેનિટાઈઝ કરવું અને યોગ્ય અંતર જાળવવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ