કારતક મહિનો શરૂ થઇ ગયો છે અને સાથે જ દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે પરંતુ ધનતેરસની ખરીદીમાં ખાસ ધ્યાન રાખજો નહીંતર દુર્ભાગ્ય સાથે જ આવશે.
ધનતેરસના દિવસે ન ખરીદતાં આ વસ્તું
સાવરણી ખરીદવી ખુબ શુભ મનાય છે
ધનતેરસની ખરીદી બરકત લાવે છે
બરકત લાવે છે ધનતેરસની ખરીદી
ધનતેરસનો દિવસ ધન સમૃદ્ધિ લાવનાર દિવ સ છે. આ દિવસે ખરીદી કરી ખુબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની કૃપા પામવા માટે કેટલીક ખરીદી કરવાથી આખુ વર્ષ પૈસાની તંગી થતી નથી.
કુબેરયંત્ર કે શ્રીયંત્ર
ધનતેરસ પર મહાલક્ષ્મી યંત્ર ખરીદવું શુભ માનવામાં આવે છે. ધનતેરસે શ્રીયંત્રને દુકાન કે ઘરકની તિજોરીમાં રાખવાથી પૈસાનો વરસાદ થાય છે.
લક્ષ્મી-ગણેશજીની મૂરત
આ સિવાય ધનતેરસના દિવસે લક્ષ્મીજી કે ગણેશજીની મૂર્તિ ખરીદવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આવું જો ન કરી શકાય તો લક્ષ્મીજી કે ગણેશજીની છાપ વાળો ચાંદીનો સિક્કો ખરીદી લેવો જોઇએ.
સાવરણી
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદવામાં આવેલ સાવરણી ગરીબી, બીમારી ખતમ કરે છે.
ભૂલથી પણ ન ખરીદો આ વસ્તું
ધનતેરસના દિવસે ભૂલથી પણ લોખંડની વસ્તુ ન ખરીદશો, તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવશ. લોખંડનો સીધો સંબંધ શનિ સાથે હોવાથી તે દિવસે લોખંડ ન ખરીદવું જોઇએ. માટીથી બનેલી વસ્તુઓ પણ ન ખરીદો તેનાથી ગરીબી આવે છે.