બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / thakor community demands for his own chief minister in gujarat elections 2022

ડિમાન્ડ / ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રી નહીં હોય તો ગામડામાં પગ નહીં મૂકવા દઈએ, જુઓ કોણે કર્યો હૂંકાર

Dhruv

Last Updated: 02:49 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે યોજાશે એ કંઇ નક્કી નથી. એ પહેલાં રાજ્યમાં કેટલાંક સમાજના આગેવાનો CM પોતાના સમાજમાંથી બને તેવી માંગ કરી રહ્યાં છે.

  • અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષની અનોખી માંગણી
  • કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઇશે: નવઘણજી ઠાકોર
  • ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ: નવઘણજી ઠાકોર

તાજેતરમાં જ અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે બનાસકાંઠાના ઢીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરીને વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. એ દરમ્યાન તેઓએ હુંકાર કર્યો હતો કે, '2022માં મુખ્યમંત્રી તરીકે ઠાકોરની માંગણી માટે ગુજરાતની આ ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઇશે. બાકી અમે ગામડાઓમાં એમને પગ મૂકવા નથી દેવાના.'

ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી યાત્રા ફાગવેલ સુધી જશે

નવઘણજી ઠાકોરે ઢીમા ખાતે મંદિરમાં ભગવાન ધરણીધરના દર્શન કરી નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે અને ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે. ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમા ભગવાનના દર્શન કરવા આવીશ. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસ કરશે. ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ અને 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરવાના છીએ.'

યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે

વધુમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'OBC, ST અને SC સમાજનો સાથ લઈ આગામી 2022માં ગુજરાતની ધરતી પર સોનાનો સુરજ ઉગાડવો છે. સોનાનો સૂરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ OBC અને SC, ST સમાજની સરકાર આ મારું સપનું છે. આ યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ