બહારના રાજ્યોમાંથી કશ્મીરમાં ગુજારો કરવા આવેલાં લોકો હવે કશ્મીર છોડી રહ્યા છે.રવિવારે બિહારના બે મજૂરોની હત્યા બાદ જમ્મૂ-કશ્મીરમાંથી પ્રવાસી શ્રમિકો પલાયન કરી રહ્યા છે
કાશ્મીરના શ્રમિકોમાં ફફડાટ
બિન કાશ્મીરીઓની થઇ રહી છે હત્યા
મોટા પાયે પલાયન થઇ ગયું ચાલુ
જમ્મૂ-કશ્મીરમાં પ્રવાસી શ્રમિકોની આતંકવાદીઓ હત્યા કરી રહ્યા છે.જેને લીધે જમ્મૂ-કશ્મીરમાં પ્રવાસી શ્રમિકોમાં ખોફનો માહોલ છે. બહારના રાજ્યોમાંથી કશ્મીરમાં ગુજારો કરવા આવેલાં લોકો હવે કશ્મીર છોડી રહ્યા છે.રવિવારે બિહારના બે મજૂરોની હત્યા બાદ જમ્મૂ-કશ્મીરમાંથી પ્રવાસી શ્રમિકો પલાયન કરી રહ્યા છે.કશ્મીરમાં પેટનો ખાડો પૂરવા આવેલાં શ્રમિકો,આતંકના ખોફને કારણે રાતોરાત કશ્મીર છોડવાનો વારો આવ્યો છે .રાજસ્થાનનો એક પરિવાર શ્રીનગરમાં ગુજરાન ચલાવવા માટે આવ્યો હતો.પોતાના પેટિયું રળવા આવેલો પરિવાર કશ્મીરમાંથી ઊચાળા ભરી રહ્યો છે.બાળ બચ્ચા અને સામાન સાથે પરિવાર શ્રીનગર છોડી રાજસ્થાન જઈ રહ્યા છે.
11 દિવસમાં 9ની હત્યાથી ઘાટીમાં આક્રંદ
જમ્મૂ-કશ્મીરમાં બિનકશ્મીરી શ્રમિકોની હત્યાઓના મામલાઓ વધ્યા છે. જમ્મૂ-કશ્મીરમાં બિનકશ્મીરી શ્રમિકો પર 24 કલાકમાં 3 હુમલા કરાયા. છેલ્લા 11 દિવસમાં કશ્મીરમાં 9 લોકોની હત્યા જેમાં 4 બિનકશ્મીર શ્રમિકો હતા. કશ્મીરમાં સામાન્ય નાગરિકની હત્યાનો સિલસિલો જોઈએ તો 2 ઓકટોબરે માજિદ અહેમદ ગોજારની હત્યા કરાઈ.5 ઓકટોબરે કેમિસ્ટ માખનલાલ બિંદ્રૂની હત્યા કરાઈ.7 ઓકટોબરે સ્કૂલના પ્રિન્સિપાલ સુપિંદર કૌર અને શિક્ષક દીપક ચાંદની હત્યા કરાઈ. 16 ઓકટોબરે યુપીના શ્રમિક સગીર અહેમદની હત્યા કરાઈ.જ્યારે 17 ઓકટોબરે બિહારના શ્રમિક રાજા ઋષિદેવ અને જોગિંદર ઋષિદેવની હત્યા કરવામાં આવી હતી. જોકે, આ હત્યા અંગે નિષ્ણાતોનો કહેવું છે કે સ્થાનિક કશ્મીરીઓ સહકાર આપે તો કશ્મીરમાં રસ્તો સરળ બને તેમ છે.
કશ્મીરના બસ સ્ટોપ-રેલવે સ્ટેશન પર ભારે ભીડ
કશ્મીરમાં આતંકને પગલે શ્રીનગરના બસસ્ટેશન અને રેલવે સ્ટેશન પર અનેક પરિવારો વતન જવા માટે બસ કે ટ્રેનની રાહમાં છે. કશ્મીરમાં પેટનો ખાડો પૂરવા આવેલાં શ્રમિકોને કશ્મીરમાંથી રાતોરાત ઉચાળા ભરવાનો વખત આવ્યો છે.જે ઘરમાં રોટલો અને આશરાની આશ લઈને આવેલાં હોય તેને રાતોરાત છોડવાનું દુઃખ કોને ન હોય.પરંતુ આતંકના ખોફની સામે સૌ કોઈ લાચાર છે.
સેના સજ્જ પણ શ્રમિકોમાં ખૌફ
કશ્મીરમાં સેના સજ્જ છે.અને જેવી રીતે આતંકી સંગઠનોના કમાન્ડરોને ઢેર કર્યા.તેવી જ રીતે હાઈબ્રીડ આતંકીઓને પણ હણી નાંખશે,પરંતુ આ પહેલાં કશ્મીરનો માહોલમાં ખોફ જોવા મળી રહ્યો છે.અને ગુજારો કરવા પોતાનો પ્રદેશ છોડી આવેલાં બિનકશ્મીરીઓ કશ્મીરને છોડી રહ્યા છે.