બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Terror of anti-social elements rase in Gujarat

જૂનાગઢ / ગુજરાતમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક, વિસાવદરમાં MLAના પરિવાર પર હુમલો કરાતા આજે બંધનું એલાન

Kiran

Last Updated: 01:31 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં અસામાજિક તત્વએ ધારાસભ્ય હર્ષદ રિબડીયા પરિવાર અને તેમના ભાઈ પર હુમલો કરતા સ્થાનિકોમાં પણ રોષ, આજે વિસાવદર બંધનું એલાન

  • MLA રિબડીયાના પરિવાર પર હુમલો
  • દીકરા અને તેમના ભાઇ પર હુમલો
  • અસામાજિક તત્વો હપ્તો લેવા આવતા બબાલ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથડી રહી હોય તેવું લાગી રહ્યું છે જો ગુજરાતના ધારાસભ્ય અને નગરપાલિકાના સદસ્ય સુરક્ષિત ન રહી શકતા હોય તો સામાન્ય પ્રજાની સુરક્ષા માટે અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તેવી ઘટના જુવાગઢના વિસાવદરમાં સામે આવી છે જેમાં કેટલાક અસામાજિક તત્વએ ધારાસભ્ય હર્ષદ રિબડીયા પરિવાર અને તેમના ભાઈ પર હુમલો કરતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે વિસાવદર બંધનું એલાન આપવામાં આવ્યું છે.  



 

જૂનાગઢના વિસાવદરના MLAના પરિવાર પર હુમલો

જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે, હર્ષદ રિબડીયાના ભાઈ રાજેશ રિબડીયા તેમજ ધારાસભ્યના દિકરા રાજન પર હુમલો કરાયો હતો જો કે હુમલામાં કોઈ ગંભીર ઈજા પહોંચી નથી પરતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ધારાસભ્ય પર હુમલાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અસામાજિકની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. 

અસામાજિક તત્વોએ કર્યો MLAના દીકરા અને ભાઇ પર હુમલો

અહીં ઉલ્લેખનિય છે કે કેટલાક અસામાજિક તત્વો રાત્રે વેરારીઓ પાસેથી અસામાજિક તત્વો હપ્તો લેવા આવતા હપ્તાની લેતી દેતી મામલે બોલા ચાલી થઈ હતી જે બાદ અસામાજિક તત્વોએ MLAના દીકરા અને ભાઇ પર હુમલો કર્યો હતો જે બાદ હુમલાવરો ફરાર થઈ ગયા હતા નેતાના પરિવાર પર હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 

હુમલાના વિરોધમાં આજે વિસાવદર બંધનું બિનરાજકીય એલાન

જોકે પોલીસને જાણ કરાતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે MLA રિબડીયાના ભાઇ રાજેશ રિબડીયા પણ નગરપાલિકાના સદસ્ય છે ત્યારે ધારાસભ્યના પરિવાર  તેમજ નગરપાલિકાના સદસ્ય પર હુમલાના વિરોધમાં આજે વિસાવદર બંધનું એલાન આપવામાં આવ્યું છે. બીજી તરફ હુમલાની ઘટનાને પગલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ