બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Tensions rise again at the border! India begins preparations against Dragon's avalanche, Army Chief arrives in Ladakh

અળવીતરુ ચીન / સરહદ પર ફરી વધ્યું ટેન્શન! ડ્રેગનની અવળચંડાઇ સામે ભારતે શરૂ કરી તૈયારીઓ, આર્મી ચીફ પહોંચ્યા લદાખ

Mehul

Last Updated: 11:05 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન LAC પર સૈનિકોનું સંખ્યાબળ વધારી રહ્યું છે. અને મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારું-ગોળાનો જથ્થો પણ એકત્રિત કરાઈ રહ્યો છે

  • લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ફરીથી તણાવ
  • ચીનને ભારત જડબાતોડ જવાબ માટે ભારત  તૈયાર
  •  ગરમાગરમી વચ્ચે આર્મી ચીફ નરવણે પહોચ્યા લદાખ

ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ફરીથી ચોંકાવનારા સમાચાર લઈને આવ્યો છે. કહેવાય છે કે, LAC પાસે ચીનના સૈનિકોનું સંખ્યાબળ વધતું જાય છે.અને ત્યાં મોટા પ્રમાણમાં હથીયારોનો જથ્થો પણ એકત્રિત કરાઈ રહ્યો છે. નવી દિલ્હી અને ઉત્તરાખંડના બારાહોતી સેકટરને અડીને આવેલી બોર્ડર પર ગયા મહીને ચીનની પીપુલ્સ લીબરેશન પાર્ટી (PLA)ભારતીય સીમામાં ઘૂસી હતી. હવે સમાચાર મળ્યા છે કે, ચીન LAC પર સૈનિકોનું સંખ્યાબળ વધારી રહ્યું છે. અને મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારું-ગોળાનો જથ્થો પણ એકત્રિત કરાઈ રહ્યો છે.ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી એ ગુરુવારે સીધું અને સટ કહી દીધું કે,ભારત પણ ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. દેશની સુરક્ષાની તૈયારીઓ પુરતી છે. 

બે દિવસની મુલાકાતે પહોચ્યા નરવણે

બીજી તરફ, ચીન સાથે  ગરમાગરમીનાં સમાચાર વચ્ચે આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે શુક્રવારે બે દિવસીય યાત્રા પર લદાખ પહોચ્યા.સેના પ્રમુખે પહેલે દિવસે પૂર્વીય લદાખની ફોરવર્ડ પોસ્ટ પર તહેનાત સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરી.તેઓએ સેનાની તૈયારીઓ અને વર્તમાન સ્થિતિઓની પણ સમીક્ષા કરી.

ચીન સતત ભડકાવવાના પ્રયત્નમાં 

ભારત-ચીન સીમા વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. હકિકતમાં, બુધવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બનેલા ચુનીયાંગ એ આરોપ લગાવતા સનસનાટી મચાવી કે, ભારતીય સૈન્ય સતત ચીનની જમીન પર કબજો કરી રહી છે.જો કે, ભારતના વિદેશ મંત્રાલયે આ વાતને ખોટી જણાવી .એક કોન્ફ્રરંસ દરમિયાન અરિંદમ બાગચીએ સ્પષ્ટ કહ્યું કે, ચીન ભડકાવવા જેવી વૃત્તિ રાખી LACમાં બદલાવનો પ્રયત્ન કરી રહ્યું છે.પરંતુ,ભારત પોતાની સુરક્ષા કરવાનું પણ જાણે છે. 

ચીન વાયદાઓ નથી પાળતું

ચીનની તૈયારીઓ જોતા LAC પર મોટી સંખ્યામાં ભારતીય સેના પણ તહેનાત કરી દેવામાં આવી છે.જો કે, ભારતે ફરી દોહરાવ્યું છે કે, ચીન પહેલા લદ્દાખમાં વણ ઉકેલાયેલા પ્રશ્નોને વાતચીતના માધ્યમથી ઉકેલ લાવે.આ પહેલા,ભારતના વિદેશ મંત્રી જયશંકરે પણ ચીનના વિદેશમંત્રી વાંગ યી ને પણ આ જ વાત કરી હતી. ગુરુવારે સાંજે એક મહત્વની બેઠક દરમિયાન વિદેશ મંત્રી જયશંકર એ ચીન અને અમેરિકા સાથેના સંબંધોને લઈને ભારતનો પક્ષ રાખ્યો 

ઉત્તરાખંડના બારાહોતીમાં ઘૂસણખોરી 

પૂર્વીય લદ્દાખમાં ઘૂસણખોરીના પ્રયત્ન બાદ ચીનની પીપુલ્સ લેબરેશન આર્મી (PLA)ણી વધુ એક નાપાક ચાલ સામે આવી હતી. સુત્રોના જણાવાયાનુસાર, ચીની આર્મીએ ઉત્તરાખંડના બારાહોતી સેકટર સાહ્તે જોડાયેલી સેમારેખાનું ઉલ્લંઘન કર્યું. કહેવાય છેકે, આ ઘટના ગયા મહિનાની છે. જ્યારે ચીનના 100 જેટલા સૈનિકોએ 'લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ' LAC વટાવી હતી. ઉલ્લેખનીય છે કે, બારાહોતી થી જ ચીનએ  1962ના જંગ પહેલા ઘૂસણખોરી કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ