આજના સમયમાં તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ડ્યૂઅલ સિમ સપોર્ટની સાથે આવે છે. જેની મદદથી યૂઝર એક જ ફોનમાં 2 સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ સત્તાવાર રીતે એક સ્માર્ટફોનમાં 2 WhatsApp એકાઉન્ટનો ઉપયોગ નથી કરી શકતા. જોકે શ્યાઓમી સેમસંગ વીવો ઓપ્પો હુવાવે અને ઑનર જેવી કંપનીએ ડ્યુઅલ એપ અથવા તો ડ્યુઅલ મોડ ફિચર આપે છે. તમને જણાવી દઇએ કે અલગ-અલગ બ્રાન્ડના આ ફિચરના નામ પણ અલગ-અલગ છે.
આ ફિચરની મદદથી યૂઝર્સ એક જ સ્માર્ટફોનમાં 2 WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. જેનો મતલબ એમ થાય છે કે યૂઝર્સને 2 WhatsApp એકાઉન્ટ ચલાવવા માટે 2 સ્માર્ટફોન રાખવાની જરૂર નથી. જાણો કઇ રીતે કામ કરશે આ ફિચર...
- એપની ડુપ્લીકેટ હોવાની પ્રક્રિયા પૂરી થવાની રાહ જોવો.
- હવે તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર જાઓ અને WhatsApp એપ દેખાય રહેલા WhatsApp લોગો પર ક્લિક કરો.
- તમારું બીજું WhatsApp તૈયાર છે હવે નંબર માટે કૉન્ફિગર કરો.
સ્માર્ટફોનમાં આ નામથી હશે ફિચર:
સેમસંગ: Settings > Advance features > Dual Messenger
શ્યાઓમી: Settings > Dual Apps
વીવો: Settings > App clone
આસુસ: Settings > Twin apps
હુવાવે અને ઑનર: Settings> App Twin
આ વાતનું ધ્યાન રાખો કે કેટલાક એન્ડ્રોઇડ જે એન્ડ્રોઇડ વન ફિચર અથવા તો સ્ટૉક એન્ડ્રોઇડની સાથે આવે છે. જેમાં ડ્યુઅલ એપ કામ કરતી નથી.આ સ્માર્ટફોન માટે પૈરલલ ડ્યુઅલ એપ વિઝાર્ડ ડ્યુઅલ એપ અને ઘણી અન્ય એપ ગૂગલ પ્લે સ્ટોર પર હોય છે જેની મદદથી તમે એક જ સ્માર્ટફોનમાં 2 WhatsApp ચલાવી શકો છો.