બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Teaser - R Balki released the teaser of the movie 'Chup - Revenge of the Artist' and gave Tribute to Guru Dutt.

ટીઝર રીલીઝ / એક આર્ટિસ્ટ બદલો લેવા પર ઉતરી આવે તો? સની દેઓલની નવી ફિલ્મ 'ચૂપ' નું ટીઝર થયું રિલીઝ, આર બાલ્કીએ આપી ગુરુ દત્તને શ્રદ્ધાંજલિ

Megha

Last Updated: 02:55 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ નિર્દેશન આર બાલ્કીએ તેની ફિલ્મ ' ચુપ- રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ' નું ટીઝર રિલીઝ કરી દીધું છે. આ ટીઝર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે

  • આજે હિન્દી સિનેમાના મહાન ડાયરેક્ટર અને એક્ટર ગુરુ દત્ત સાહેબની બર્થ એનીવર્સરી
  • આર બાલ્કીએ તેની ફિલ્મ ' ચુપ- રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ' નું ટીઝર રિલીઝ કર્યું 
  • આ ફિલ્મના ટીઝરમાં સન્ની દેઓલ, દુલકર સલમાન નજર આવી રહ્યા છે

9 જુલાઈનો દિવસ એટલે કે આજનો દિવસ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે ઘણો મહત્વનો દિવસ ગણવામાં આવે છે. આજે હિન્દી સિનેમાના મહાન ડાયરેક્ટર અને એક્ટર ગુરુ દત્ત સાહેબની બર્થ એનીવર્સરી છે અને આજ ના ખાસ મોકા પર ફિલ્મ નિર્દેશન આર બાલ્કીએ તેની ફિલ્મ ' ચુપ- રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ' નું ટીઝર રિલીઝ કરી દીધું છે. આ ટીઝર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આ ટીઝર આટલું પસંદ આવ્યું કે એમને તેમનાં ઇન્સ્ટાગ્રામમાં આ ટ્રેલર શેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ગુરુ દત્તને એક શ્રદ્ધાંજલિ આપે છે. આ ફિલ્મના ટીઝરમાં સન્ની દેઓલ, દુલકર સલમાન નજર આવી રહ્યા છે. આ બંને સિવાય તેમાં પૂજા ભટ્ટ પણ નજર આવશે. 

 સન્ની દેઓલ, દુલકર સલમાન નજર આવ્યા 
ફિલ્મના ટીઝરની શરુઆત દુલકર સલમાનથી થાય છે. એ એક પેપરને કાપીને ફૂલ બનાવતા નજર આવે છે અને એ સમયે ગુરુ દત્ત સાહેબની ફિલ્મ'કાગઝ કે ફૂલ' નું ગીત 'વક્તને કિયા ક્યા હસી સિતમ' ની ધૂન પર તેઓ હેપી બર્થડે ગાઈ રહ્યા છે. દુલકર કાગળના ફૂલ બનાવે છે અને તેને કાતરથી કાપીને ફૂલનો આકાર આપીને એક ફૂલોનો ગુલદસ્તો બનાવે છે અને પછી તેને લઈને જાય છે અને એક છોકરીને આપે છે જેને જોઇને છોકરી બોલે છે' ગુરુ દત્તના જન્મદિવસ પર કાગળના ફૂલ, કાગઝ કે ફૂલ ને એ સમયે ઘણી ક્રીટીસાઈઝ કરવામાં આવી હતી' એ જ સમયે સની દેઓલ ટીઝરમાં જોવા મળે છે અને એ સમયે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે "ચુપ". એ પછી ફિલ્મનું ટાઈટલ આવે છે. 

એક સાઈકોલીજી થ્રીલર ફિલ્મ છે 
બોલીવુડ ફિલ્મ નિર્દેશક આર બાલ્કી તેની ફિલ્મ ' ચુપ- રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ' ને એક સાઈકોલીજી થ્રીલર ફિલ્મ કહી છે. ગયા વર્ષે ફિલ્મ નિર્દેશક આર બાલ્કીએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતુ કે એમની પાસે એક કહાનીનો આઈડિયા ઘણાં લાંબા સમયથી છે અને હવે જઈને એ પડદા પર તેને લઈને આવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ પણ નજર આવશે. 

39 વર્ષની ઉંમરે ગુરુ દત્તનું નિધન થઇ ગયું હતું 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફક્ત 39 ની ઉંમરે ગુરુ દત્તનું અવસાન થઇ ગયું હતું. 10 ઓક્ટોબર 1964 ના રોજ એમનું અવસાન થયું હતું. એ મયે રીપોર્ટસમાં એમ કહેવામાં આવ્યું હરું કે ગુરુ દત્તે દારૂ સાથે નીંદરની ગોળીઓ ખાઈ લીધી હતી અને તેને કારણે એમનું મૃત્યુ થઇ ગયું હતું, પણ આજ સુધી આ વાતની પુષ્ટિ થઇ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ