બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Team India's stunning victory in the warm-up match, breaking AUS's back by taking 4 wickets in the last over

ક્રિકેટ / આવતાવેંત શમીની ગજબ બોલિંગ: છેલ્લી ઓવરમાં કુલ 4 વિકેટ પડી, ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

Megha

Last Updated: 01:27 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે પહેલા બેટિંગ કરતાં 186 રન બનાવ્યા હતા અને તેની સામે ઓસ્ટ્રેલીયાની ટીમ 180 રન બનાવી શકી હતી.

  • ઓફિશિયલ વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલીયાને 6 રનથી માત આપી
  • ભારતે પહેલા બેટિંગ કરતાં 186 રન બનાવ્યા હતા 
  • શમીના ખાતામાં ત્રણ વિકેટ

ટી-20 વર્લ્ડ કપ ગઈ કાલથી શરૂ થઈ ગયો છે અને ભારત તેની પહેલી મેચ 23 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. પણ એ પહેલા ટીમ ઈન્ડિયા આજે ઓસ્ટ્રેલીયા સામે તેનો પહેલો ઓફિશિયલ વોર્મ-અપ મેચ રમી હતી અને એ મેચમાં ભારતે ઓસ્ટ્રેલીયાને 6 રનથી માત આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતાં 186 રન બનાવ્યા હતા અને તેની સામે ઓસ્ટ્રેલીયાની ટીમ 180 રન બનાવી શકી હતી. 

શમીના ખાતામાં ત્રણ વિકેટ
ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં ઑસ્ટ્રેલિયાને 11 રનની જરૂર હતી અને શમીના હાથમાં બોલ આપવામાં આવી. કુલ ચાર વિકેટ પડી જેમાં એક રનઆઉટ હોવાથી મોહમ્મદ શમીના ખાતામાં ત્રણ વિકેટ ગણવામાં આવશે. જે બાદ ભારતે શાનદાર જીત હાંસલ કરી.

વર્લ્ડ કપનું શેડ્યુલ શું છે?
સુપર-12માં ભારતે કુલ પાંચ મેચ રમવાની છે જેમાં સૌથી મહત્વપૂર્ણ પહેલી જ મેચ પાકિસ્તાન સામે 23મી ઓક્ટોબરે રમાશે. જે બાદ 27મી ઓક્ટોબરે ગ્રુપ-એની રનર અપ ટીમ સામે મેચ રમાશે. બાદમાં 30 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા જ્યારે બીજ નવેમ્બરે બાંગ્લાદેશની ટીમો ભારત સામે ટકરાશે. જે બાદ ટીમ ઈન્ડિયા સુપર-12ની છેલ્લી મેચ ગ્રુપ-બીની વિનર ટીમ સામે રમશે.

ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઋષભ પંત, દીપક હુડા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ