બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / team india star cricketer marriage with bollywood actress

મનોરંજન / ટીમ ઈન્ડિયાનું 'સાસરું' બની રહ્યું છે બૉલીવુડ, આ અભિનેત્રીઓના પાર્ટનર છે સ્ટાર ક્રિકેટર, પ્લેઇંગ ઈલેવનમાંથી જ આંકડો ચાર પર પહોંચ્યો

Arohi

Last Updated: 07:40 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન કેએલ રાહુલના બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન થઈ ગયા છે. સોમવારે બન્નેએ મુંબઈમાં સાત ફેરા લીધા. ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડી છે જેમના પાર્ટનર બોલીવુડ સ્ટાર છે.

  • કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એ કર્યા લગ્ન 
  • આ ઈન્ડિયાન ક્રિકેટર્સે કર્યા છે અભિનેત્રીઓ સાથે લગ્ન 
  • જાણો લિસ્ટમાં કોનું કોનું નામ શામેલ 

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલના લગ્ન બોલિવુડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી સાથે થયા છે. જે પોતે પણ બોલિવુડ એક્ટ્રેસ છે. ક્રિકેટર્સ અને બોલિવુડ સ્ટાર્સની વચ્ચે લવ સ્ટોરીની આ પાર્ટનરશિપ કોઈ અનોખી નથી. ભારતીય ટીમના ઘણા એવા સ્ટાર છે જે બોલિવુડ એક્ટ્રેસને પોતાનું દિલ આપી ચુક્યા છે. 

જો હાલની ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો પ્લેઈંગ-11માં જ 4 એવા ખેલાડી છે જેમના લગ્ન બોલિવુડ સ્ટાર્સ સાથે થયા છે. તે ઉપરાંત અમુક પ્લેયર્સ એવા પણ છે બોલિવુડ સ્ટારની સાથે રિલેશનશિપમાં છે. આ લિસ્ટમાં કેએલ રાહુલનું નામ પણ જોડાયેલું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

કેએલ રાહુલ-આથિયા શેટ્ટી 
ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ બેટર કેએલ રાહુલ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સુનીલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી સાથે આજે લગ્ન કર્યા છે. આથિયા શેટ્ટી હીરો, મોતીચૂર-ચકનાચુર અને મુબારકાં જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા 
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના લગ્ન પણ બોલિવુડ એક્ટ્રેસ સાથે થયા છે. અનુષ્કા શર્મા હાલ ટોપ એક્ટ્રેસમાં શામેલ છે. બંન્ને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જ્યાર બાદ વિરાટ કોલી અને અનુષ્કા શર્માએ 2017માં લગ્ન કર્યા. બન્નેએ ઈટલીમાં જઈને પ્રાઈવેટ વેડિંગ કરી હતી જ્યાં અમુક જ મહેમાનોને બોલાવ્યા હતા. બન્નેની એક દિકરી પણ છે. જેનું નામ વામિકા છે. 

હાર્દિક પંડ્યા-નતાશા સ્તાંકોવિક 
ટીમ ઈન્ડિયાના હાલના વાઈસ કેપ્ટન અને ટી-20ના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ એક અભિનેત્રીને પોતાનું દિલ આપી ચુક્યા છે. સર્બિયાઈ મૂળની નતાશા સ્તાંકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન 2020માં થયા હતા. બન્નેને એક દિકરો પણ છે જેનું નામ અગસ્ત્યા છે. નતાશા બિગ બોસ જેવા રિયાલિટી શોમાં આવી ચુકી છે. સાથે જ તેણે ઘણી બોલિવુડ ફિલ્મોમાં આઈટમ નંબર અને નાના મોટા રોલ પણ કર્યા છે. 

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા 
ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલના લગ્ન કોરિયોગ્રાફર ધનશ્રી વર્માની સાથે થયા છે. તે કોરિયોગ્રાફર હોવાની સાથે સાથે પરફોર્મર પણ છે અને ઘણા મ્યુધિક વીડિયામાં પણ આવી ચુકી છે. ધનશ્રી વર્માનું થોડા સમય પહેલા જ મ્યુઝિક વીડિયો અપારશક્તિ ખુરાના સાથે આવ્યો હતો જ્યારે તે પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ દેખાઈ ચુકી છે. 
  
આ ક્રિકેટર્સે પણ કર્યા છે બોલિવુડ સ્ટાર્સ સાથે લગ્ન 
ફક્ત હાલના પ્લેયર્સ જ નહીં પરંતુ ઘણા પૂર્વ ખેલાડીઓ એવા છે જેમણે બોલિવુડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. તેમાં ઘણા હાલમાં જ સુપરસ્ટાર છે. જેમાં હરભજન સિંહ, યુવરાજ સિંહ, ઝહીર ખાન જેવા ખેલાડીઓનું નામ શામેલ છે. 

ટી-20 વર્લ્ડ કપ 2007 અને વન ડે વર્લ્ડ કપ 2011ના સુપરસ્ટાર યુવરાજ સિંહે બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. જે સલમાન ખાન અભિનીત બોડીગાર્ડ ફિલ્મથી ફેમસ થઈ હતી. 

ટીમ ઈન્ડિયાના પેસર ઝહીર ખાને એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા જે શાહરૂખ ખાન અભિનીત ચક દે ઈન્ડિયામાં જોવા મળી ચુકી છે. ટર્બનેટર હરભજન સિંહ પણ બોલિવુડ અભિનેત્રી ગીતા બસરાને પોતાનું દિલ આપી ચુક્યા છે બન્નેના લગ્ન 2015માં થયા હતા. મંસૂર અલી ખાન પટૌડીએ શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ