વનડે સિરિઝ રમવા માટે ટીમ ઈન્ડીયા બાંગ્લાદેશ પહોંચી છે અને ખેલાડીઓને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખેલાડીઓને હોટલ પહોંચાડાયા હતા.
ટીમ ઈન્ડીયા વનડે રમવા બાંગ્લાદેશ પહોંચી
ઢાકામાં બાળકોએ પુપ્ષગુચ્છથી કર્યું સ્વાગત
4 ડિસેમ્બરથી શરુ થઈ રહી છે વન-ડે સિરીઝ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વન-ડે સિરીઝ રમાશે. આ માટે રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડિયા ગુરૂવારે બાંગ્લાદેશ પહોંચી હતી. એરપોર્ટ પર રોહિતની સાથે વિરાટ કોહલી અને બાકીના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોહલી અને રોહિતનું સ્વાગત નાના બાળકોએ પુષ્પગુચ્છથી કર્યું હતું. ટીમ ઈન્ડિયાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
બાળકોએ ખેલાડીઓનું કર્યું સ્વાગત
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગુરુવારે બાંગ્લાદેશ પહોંચ્યા હતા. ભારતીય ટીમ મુંબઈથી બાંગ્લાદેશ જવા રવાના થઈ હતી. કોહલી અને રોહિત સહિત ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન ખેલાડીઓને પુષ્પગુચ્છ પણ આપવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એરપોર્ટથી ભારે સુરક્ષા સાથે હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશ પોલીસના ઘણા વાહનો તેમની સાથે રહ્યા હતા.