બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / team india a squad for four day matches against new zealand a announced

IND-A vs NZ-A: / BCCIની મોટી જાહેરાત: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ટીમ ઈંડિયાની જાહેરાત, જોઈ લો સમગ્ર શિડ્યૂલ

Pravin

Last Updated: 09:31 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી મહિને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ચાર દિવસીય મેચની સિરીઝ માટે ઈંડિયા એ ટીમની જાહેરાત કરી દીધી છે.

  • BCCIની મોટી જાહેરાત
  • ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ટીમની જાહેરાત
  • આ પ્રમાણે છે સમગ્ર શિડ્યૂલ

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી મહિને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ચાર દિવસીય મેચની સિરીઝ માટે ઈંડિયા એ ટીમની જાહેરાત કરી દીધી છે. ગુજરાતના સ્ટાર બેટ્સમેન પ્રિયાંક પંચાલને આ ટીમનો કેપ્ટન બનાવામાં આવ્યો છે. તો વળી કુલદીપ યાદવ, ઉમરાન મલિક, પ્રસિદ્ધ કૃષ્ણ અને રાહુલ ચાહર સહિત કેટલાય સ્ટાર ખેલાડીઓને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. 

આ ટીમમાં આઈપીએલ 2022માં ધમાકેદાર પ્રદર્શન કરનારા રજત પાટીદાર અને તિલક વર્માને પણ જગ્યા આપવામાં આવી છે. તો વળી રણજી ટ્રોફી 2022માં સૌથી વધારે રન બનાવનારા મુંબઈના સરફરાજ ખાનને પણ ટીમમાં જગ્યા આપવામા આવી છે. 

BCCIએ  એક પ્રેસ રિલીઝ જાહેર કરીને અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આગામી મહિને ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ શરુ થનારી ચાર દિવસીય મેચ માટે ભારત એ ટીમની પસંદગી કરી છે. ન્યૂઝીલેન્ડ એ ત્રણ ચાર દિવસીય મેચો અને આટલા  દિવસની એક દિવસીય મેચ માટે ભારત પ્રવાસ કરશે. રેડ બોલની મેચ બેંગલુરુ અને હુબલીમાં યોજાશે. ચેન્નઈમાં રમાતી સફેદ બોલની રમત માટે ટીમની ઘોષણ બાદમાં કરવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ ચાર દિવસીય મેચોની સીરિઝ માટે ઈંડિયા એ ટીમ-

પ્રિયાંક પંચાલ, અભિમન્યૂ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, સરફરાજ ખાન, તિલક વર્મા, કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ, કુલદીપ યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, યશ દયાલ, અને અર્જૂન નાગવાસવાલા.

ન્યૂઝીલેન્ડ વિ. ભારત એ શિડ્યૂલ

  • પ્રથમ ચાર દિવસીય મેચ- 1-4 સપ્ટેમ્બર (બેંગ્લોર)
  • બીજી ચાર દિવસીય મેચ- 8-11 સપ્ટેમ્બર (બેંગ્લોર)
  • ત્રીજી ચાર દિવસીય મેચ- 15-18 સપ્ટેમ્બર (બેંગ્લોર)

ન્યૂઝીલેન્ડની ટીમ

ટોમ બ્રુસ (કપ્તાન), રોબી ઓડોનેલ, ચાડ બોવેસ, જો કાર્ટર, માર્ક ચેપમૈન, ડેન ક્લીવર, જૈકબ ડફી, મૈટ ફિશર, કેમરન ફ્લેચર, બેન લિસ્ટર, રચિન રવિન્દ્ર, માઈકલ રિપન, સીન સોલિયા, લોગાન વૈન બીક અને જો વોકર

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Sports News Sports News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ