બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / team india 5 big blunders in t20 world cup 2022 rohit sharma kl rahul bad form

T-20 વર્લ્ડકપ / ચહલને ઇગ્નોર કરવાથી લઇને ટીમ ઈન્ડિયાની આ છે 5 મોટી ભૂલ, જેણે એક જ વર્ષમાં બે વર્લ્ડકપ ગુમાવ્યાં

Premal

Last Updated: 02:04 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ 2022માં ઘણી ભૂલ કરી છે, જેણે વર્લ્ડ કપના સપનાને ચકચૂર કર્યુ છે. કેએલ રાહુલ અને રોહિત શર્માનુ કંગાળ ફોર્મ, યુઝવેન્દ્ર ચહલને વારંવાર ઈગ્નોર કરવા જેવી ઘણી વસ્તુઓ છે, જે હવે ભારે પડી રહી છે.

  • આ ભૂલોના કારણે ભારતીય ટીમે વર્લ્ડ કપ ગુમાવ્યો
  • ઓપનિંગ જોડીનુ ખરાબ પ્રદર્શન સામે આવ્યું
  • રન બનાવનારા બેટરોને કરાયા ઈગ્નોર

ભારતીય ટીમની આ ભૂલના કારણે વર્લ્ડ કપ ગુમાવવો પડ્યો 

જો કોઈ ભૂલ એક વખત થાય તો તે માફ કરી શકાય છે. પરંતુ જ્યારે તેને રિપીટ કરવામાં આવે તો તેને બ્લંડર કહેવુ જ યોગ્ય ગણાશે. આવી વાત આપણે ઘણી વખત સાંભળી છે અથવા પછી કોઈને સંભળાવીએ છીએ. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ સાથે કઈક આવુ જ થયુ છે, ક્રિકેટ પ્રેમીઓ તેને ભૂલ નહીં, પરંતુ બ્લંડર જ માની રહ્યાં છે. કારણકે આવુ એક વર્ષમાં બીજી વખત દોહરાવવામાં આવ્યું છે અને હવે પ્રશંસકો જવાબ માંગી રહ્યાં છે. 

એક વર્ષના સમયગાળામાં બે વર્લ્ડ કપ ભારતીય ટીમે ગુમાવ્યાં 

ઓક્ટોબર-નવેમ્બર 2021માં યુએઈમાં ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો. જ્યાં ભારતીય ટીમ સેમી ફાઈનલમાં જગ્યા બનાવી શકી નહોતી અને હવે ઓક્ટોબર-નવેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાયો. જ્યાં ભારતીય ટીમ સેમી ફાઈનલ સુધી તો પહોંચી, પરંતુ ખિતાબ ના જીતી શકી. એક વર્ષના આ સમયગાળામાં બે વર્લ્ડ કપ ભારતીય ટીમે કઈ ભૂલના કારણે ગુમાવી દીધા. આવી જ અમુક ભૂલો પર નજર ફેરવીએ. 

કેએલ રાહુલને સતત સમર્થન 

ભારતીય ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલ કંગાળ ફોર્મ બાદ પણ ટીમમાં દેખાયા અને ઓપનિંગ જોડીનુ ખરાબ પ્રદર્શન સામે આવ્યું. આ બંને વર્લ્ડ કપની કહાની છે. આ વર્ષે ટુર્નામેન્ટ પહેલા કેએલ રાહુલના ધીમા સ્ટ્રાઈક રેટને લઇને ચર્ચા ચાલી રહી હતી. પછી જ્યારે વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે કેએલ રાહુલના કંગાળ ફોર્મ પર સવાલ ઉભા થયા. હવે જ્યારે વર્લ્ડ કપ પૂરો થયો છે ત્યારે એક વખત ફરીથી કેએલ રાહુલને ટી-20 ટીમમાંથી બહાર કરવાની વાત ચાલી રહી છે.

ટી-20 વર્લ્ડ કપ 2022માં કેએલ રાહુલ: 4, 9, 9, 50, 51, 5
ટી-20 વર્લ્ડ કપ 2021માં કેએલ રાહુલ: 3, 18, 69, 50, 54 

યુઝવેન્દ્ર ચહલને ઈગ્નોર કરવા 

વર્ષ 2016માં ટી-20 ડેબ્યુ કરનારા યુઝવેન્દ્ર ચહલ આ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બીજા બોલર છે. પરંતુ સારી વાત એ છે કે તેમ છતા તેઓ ટી20 વર્લ્ડ કપ 2021, ટી20 વર્લ્ડ કપ 2022માં પણ એક પણ મેચ રમી ના શક્યા. 

રોહિત શર્માનુ કંગાળ ફોર્મ 

સતત વાત થાય છે કે ભારતીય ક્રિકેટને નામથી આગળ કામ પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે. એટલેકે જે ખેલાડીઓના નામ મોટા છે, જરૂરી નથી કે તેમને ટીમમાં તક મળે. આ વખતે કેપ્ટન રોહિત શર્માની સાથે પણ આવુ થયુ છે, જેનુ બેટીંગમાં કંગાળ ફોર્મ સામે આવ્યું. 

ટી-20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા: 4, 53, 15, 2, 15, 27

રન બનાવનારા બેટરો થઇ રહ્યાં છે ઈગ્નોર

માત્ર વર્લ્ડ કપ રમનારા 15 નહીં, પરંતુ જે ખેલાડીઓને રમાડવામાં ના આવ્યાં ત્યાં પણ ટીમ મેનેજમેન્ટથી ભૂલ થઇ છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી વ્હાઈટ બોલ ફોર્મેટમાં ધૂમ મચાવતી હતી. પરંતુ શિખર ધવનને અચાનક ટીમમાંથી બહાર કેમ કરવામાં આવ્યો તેનો જવાબ કદાચ આજ સુધી મળ્યો નથી. તેઓ માત્ર વન-ડે સીરીઝમાં આવે છે, જેમાં સીનિયર આરામ કરતા હોય છે અને ધવનના હાથમાં સુકાન હોય છે. શિખર ધવન સિવાય પૃથ્વી શો જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યાં છે. 

પ્લેઈંગ-11 ના બદલવાની જીદ્દ

કોઈ પણ મેચ પહેલા જ્યારે પૂછવામાં આવે છે કે પ્લેઈંગ-11 કયા થશે ત્યારે કેપ્ટન અથવા ટીમ મેનેજમેન્ટ આ કહે છે કે પરિસ્થિતિના હિસાબે આ નક્કી કરવામાં આવશે. કદાચ આ મંત્રને ભારતીય ટીમનુ મેનેજમેન્ટ ભૂલી ગયુ હતુ. શરૂઆતથી લઇને અંત સુધી ભારતીય ટીમ એક જ પ્લેઈંગ-11ને રમાડવાની જીદ સાથે આગળ વધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ