બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Tata Motors stock has soared investors are happy

Tata Motors Share Price / શેરબજારનો બાદશાહ: ટાટા મોટર્સના શેરમાં આવી જોરદાર તેજી, રોકાણકારો થઈ ગયા ખુશ

Kishor

Last Updated: 09:18 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા મોટર્સના શહેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. જેને પગલે વધુ વળતર મળતા રોકાણકારો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

  • ટાટા મોટર્સના શેરમાં ધમાકેદાર તેજી
  • શેર ઈન્ટ્રાડેમાં 8 ટકાની મજબૂતી સાથે રૂ. 453 પર પહોંચ્યો
  • ટાટા મોટર્સ કંપનીએ બુધવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

દેશની ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેરમાં ધમાકેદાર તેજી જોવા મળી રહી છે. આ શેર ઈન્ટ્રાડેમાં 8 ટકાની મજબૂતી સાથે રૂ. 453 પર પહોંચ્યો છે. જ્યારે બુધવારે તે રૂ.419 પર બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ કંપનીએ બુધવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. જેના પરિણામોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કંપની વાર્ષિક ધોરણે નુકસાનમાંથી નફામાં ફેરવાઈ છે. ત્રિમાસિક પરિણામો પછી બ્રોકરેજ હાઉસે ઝુનઝુનવાલા પરિવારના આ મનપસંદ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ ટાટા મોટર્સના શેરમાં તેજીમાં છે. બ્રોકરેજે આમાં 525 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.  419 રૂપિયાની હાલની કિંમતના સંદર્ભમાં તે 25 ટકા વળતર આપી શકે છે. શેર બજારમાં રસિયાઓ કહે છે કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું હતું. JLR અને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પ્રદર્શન ખાસ કરીને મજબૂત હતું. સપ્લાય સાઇડનો મુદ્દો પણ ઓછો થઈ રહ્યો છે અને તેમાં વધુ સુધારો થઈ રહ્યો છે.  મેક્રો રિકવરી, કંપનીના ચોક્કસ વોલ્યુમ અને માર્જિન ડ્રાઇવર્સ, FCFમાં રિકવરી અને JLR અને ભારતના બિઝનેસમાં લીવરેજ દ્વારા આને વધુ પ્રોત્સાહન મળે છે.  સ્ટોક હાલમાં 15.5x/12.5x FY24E/FY25E કોન્સોલિડેટેડ P/E અને 3.9x/3.2x EV/EBITDA પર ટ્રેડ કરે છે.

ટાટા મોટર્સના શેરમાં તેજી

બ્રોકરેજ હાઉસ યસ સિક્યોરિટીઝ પણ ટાટા મોટર્સના શેરમાં તેજી છે. બ્રોકરેજે BUY રેટિંગ સાથે રૂ. 520નો લક્ષ્યાંક રાખ્યો છે. જે ને લઈને આમાં 24 ટકા રિટર્ન શક્ય છે. જેએલઆરનું મજબૂત પ્રદર્શન એકંદરે સારા દેખાવ પાછળનું મુખ્ય કારણ છે. તેવું બ્રોકરેજનું માનવું છે. JLRનું EBITDA માર્જિન 11.9 ટકા છે જે અપેક્ષા કરતાં વધુ સારું છે. 


એક વર્ષ પહેલા આ જ કંપનીએ 1516 કરોડનું નુકસાન ભોગવ્યુ હતું

ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સના પરિણામોએ આશ્ચર્યમાં મૂકી દિધા છે. આ કંપનીએ ડિસેમ્બરમાં 2958 કરોડનો નફો રોળી નાખ્યો છે, જ્યારે તેની સરખામણીએ એક વર્ષ પહેલા આ જ કંપનીએ 1516 કરોડનું નુકસાન ભોગવ્યું હતું. જેની પગલે કંપનીની આવક 22.5 ટકા વધીને રૂ. 88,489 કરોડએ પહોંચી છે. આ સમયગાળા દરમિયાન JLRનું પ્રદર્શન પણ જબરદસ્ત રહ્યું છે.  EBITDAના વાર્ષિક ધોરણે 33 ટકા વધીને 9,853 કરોડ થયો છે.  માર્જિન વિસ્તરણ 90 bps વાર્ષિક ધોરણે હતું અને તે 11.1 ટકા પર પહોંચ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ