બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Tata Group announces the consolidation of its airlines, Vistara and Air India by March 2024

ઉડ્ડયન / ટાટા ગ્રુપનું મોટું એલાન, માર્ચ 2024 સુધી એક થઈ જશે એર ઈન્ડીયા અને વિસ્તારા

Hiralal

Last Updated: 05:12 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા ગ્રુપે વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડીયાના મર્જરની જાહેરાત કરી દીધી છે અને તેને માટે માર્ચ 2024ની ડેડલાઈન નક્કી કરી છે.

  • 4 એરલાઈન્સ ચલાવી રહેલા ટાટા ગ્રુપનું મોટું એલાન
  • વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડીયાનું થશે મર્જર
  • માર્ચ 2024 સુધીમાં બન્ને એરલાઈન્સ એક થઈ જશે 

ભારતીય એરલાઇન સેક્ટરની 4 મોટી કંપનીઓનું સંચાલન કરી રહેલું ટાટા ગ્રુપ હવે એરલાઇન્સના મર્જરનું એલાન કર્યું છે. ટાટા ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે ટાટા ગ્રુપ માર્ચ 2024 સુધીમાં વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડીયાના મર્જરનું કામ પુરી કરી દેશે. 

વિસ્તારા અને એર ઈન્ડીયા એક થઈ જશે
ટાટા ગ્રુપના આ એલાન બાદ માર્ચ 2024 સુધીમાં વિસ્તારા અને એર ઈન્ડીયા એક એરલાઈન્સ બની જશે. 

હાલમાં ટાટા ગ્રુપ પાસે 4 એરલાઈન્સ 
હાલમાં ટાટા ગ્રુપ પાસે 4 એરલાઈન્સ છે જેમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ,  વિસ્તારા અને એરએશિયા સામેલ છે. ભૂતકાળમાં, ટાટા જૂથે એર ઇન્ડિયાને ખરીદી હતી. આ સિવાય ટાટા ગ્રુપ અને સિંગાપુર એરલાઈન્સ લિમિટેડ મળીને ભારતમાં વિસ્તારા એરલાઈન્સનું સંચાલન કરે છે. આ એરલાઈનમાં સિંગાપોર એરલાઈન્સની 49 ટકા ભાગીદારી છે, જ્યારે ટાટા ગ્રુપની 51 ટકા ભાગીદારી છે. ટાટા ગ્રુપ એરએશિયા ઇન્ડિયાને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં મર્જ કરવાની પણ વિચારણા કરી રહ્યું છે. આ મર્જરને કોમ્પિટિશન કમિશને મંજૂરી આપી છે.

જાન્યુઆરી 2022માં ટાટાએ એર ઈન્ડીયાને ખરીદી હતી 
ટાટા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવીને એર ઈન્ડિયાને ખરીદી હતી. જે બાદ 27 જાન્યુઆરી 2022ના રોજ એર ઇન્ડિયાને ટાટાને સોંપવામાં આવી હતી. એર ઇન્ડિયાના અધિગ્રહણ પહેલા ટાટાની બે એરલાઇન બ્રાન્ડ વિસ્તારા અને એરએશિયા હતી. પરંતુ એર ઇન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ પણ મળી ગઇ.

કઈ એરલાઈન્સમાં કેટલી ક્ષમતા 
એર ઇન્ડિયાના કાફલામાં 113 વિમાન, વિસ્તારાના કાફલામાં 54 વિમાન છે. એર ઇન્ડિયામાં બાસ બોઇંગ અને એરબસના 11 વેરિએન્ટ છે, જ્યારે વિસ્તારામાં માત્ર પાંચ વેરિએન્ટ છે. ભૂતકાળમાં ટાટા ગ્રૂપે એર ઇન્ડિયાના વિસ્તરણની યોજના જણાવી હતી. આ અંતર્ગત કાફલામાં ખૂબ જ જલ્દી 30 નવા વિમાનોનો ઉમેરો કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ