બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / મનોરંજન / બોલિવૂડ / Tanushree Dutta, who started the MeToo Movement, made another big revelation.

બોલીવુડ / 'મને ઘણી વખત મારી નાખવાની કોશિશ કરી..' MeToo મુવમેન્ટ શરૂ કરનાર તનુશ્રી દત્તાએ કર્યો વધુ એક મોટો ખુલાસો

Megha

Last Updated: 03:38 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ તનુશ્રી દત્તાએ દાવો કર્યો છે કે તેની સાથે થયેલ અન્યાય વિશે બોલ્યા પછી તેને મારી નાખવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

  • તનુશ્રી દત્તાએ જ ભારતમાં MeToo મુવમેન્ટ શરૂ કરી હતી
  • તનુશ્રી દત્તાએ દાવો કર્યો કે તેને મારી નાખવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા 
  • તનુશ્રી દત્તાએ કર્યો મોટો ખુલાસો 

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવીને પોતાની ઓળખાણ બનાવીને ક્યાંક ગુમ થઈ જનાર અભિનેત્રીઓમાંની એક છે તનુશ્રી દત્તા. પોતાના કામને કારણે હેડલાઈન્સ બનાવ્યાના વર્ષો પછી નાના પાટેકર પર અનેક આરોપો લગાવવાને કારણે અભિનેત્રી તનુશ્રી દત્તાએ ચર્ચામાં આવી હતી. તનુશ્રી દત્તાએ જ ભારતમાં MeToo મુવમેન્ટ શરૂ કરી હતી. વર્ષ 2020 માં તનુશ્રી દત્તાએ એક ફિલ્મના સેટ પર જાતીય સતામણી વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને એ પછી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક મહિલાઓએ એ વિશે ખૂલીને વાત કરી હતી. MeToo મુવમેન્ટ વિશે ખુલીને વાત કર્યા પછી હવે તનુશ્રી ફરી એકવાર હેડલાઈન્સમાં આવી છે. હાલ તનુશ્રી દત્તાએ દાવો કર્યો છે કે તેની સાથે થયેલ અન્યાય વિશે બોલ્યા પછી તેને મારી નાખવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miss Diva (@missdivaorg)

તનુશ્રી દત્તાએ કર્યો ખુલાસો 
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તનુશ્રી દત્તાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, 'જ્યારે હું ઉજ્જૈનમાં હતી ત્યારે મારી કારની બ્રેક સાથે એક-બે વાર છેડછાડ કરવામાં આવી હતી અને એ પછી મારુ એક્સિડન્ટ થયું હતું. એ અકસ્માતે મને થોડા મહિનાઓ માટે રોકી રાખી હતી કારણ કે મારુ ઘણું લોહી વહી ગયું હતું અને મને સાજા થવામાં સમય લાગ્યો હતો,' આગળ તેને જણાવ્યું હતું કે, 'મારી એક નોકરાણી હતી જે મારા ઘરમાં કામ કરતી હતી. તેને કામમાં રાખ્યા પછી હું ધીમે ધીમે બીમાર પડવા લાગી હતી. એ પછી મને શંકા ગઈ કે તે મારા પાણીમાં કઇંક ભેળવીને મને અપાઈ રહી હતી.' જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં તનુશ્રીએ સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કર્યો હતો કે 'તે ઇન્ડસ્ટ્રી અને ફિલ્મમો કમબેક કરવાનો પ્રયાસ કરી રહી છે પણ તેને કોઈ મોકો ણથી મળી રહ્યો અને લોકો તેને નિષ્ફળ બનાવીને આત્મહત્યા તરફ ધકેલવાની કોશિશ કરી રહ્યા છે.' 

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી સાથે ઈન્ટીમેટ સીન આપીને હેડલાઈન્સ બનાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. એ છતાં પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમાય પહેલા MeToo મૂવમેન્ટથી ચર્ચામાં રહેલી તનુશ્રી બોલિવૂડના કલાકારોને નિશાનો બનાવ્યા હતા. આ પહેલીવખત નથી આ પહેલા ભૂતકાળમાં પણ તનુશ્રી દત્તાએ સોશિયલ મીડિયા પર ચોંકાવનારી પોસ્ટ કરીને અનેક ખુલાસા કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ