બ્રેકિંગ ન્યુઝ
VTV / tamilnadu govt reduced petrol taxes rs 3 per litre
Kavan
Last Updated: 03:11 PM, 13 August 2021
ADVERTISEMENT
તમિલનાડુમાં વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ ટેક્સ 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
ADVERTISEMENT
મહિલા સરકારી કર્મચારીઓને 12 મહિનાની પ્રસૂતિ રજા
આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની પ્રસૂતિ રજા 9 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી છે. 500 કરોડના ખર્ચે સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કરવામાં આવશે. રાજ્યના તમામ સ્વનિર્ભર જૂથોને 20,000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે વહેંચવામાં આવશે.
નાણમંત્રીએ કરી જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યના તમામ 79,395 નાના ગામની દરેક વ્યક્તિને પ્રતિદિવસ 55 લીટર પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટેના પગલા લેવાશે. સાથે જ એક લાખથી વધુ આબાદી ધરાવતા 27 શહેરોમાં ભૂમિગત જળ નિકાસી યોજના લાગૂ કરવામાં આવશે.
અન્નાદ્રમુક પાર્ટીનું વોકઆઉટ
તમિલનાડુમાં, મુખ્ય વિપક્ષ AIADMK ના ધારાસભ્યોએ વિરોધ તરીકે શુક્રવારે સત્ર દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું. હકીકતમાં, સ્પીકર અપ્પાવુએ વિપક્ષી પાર્ટીને બોલવા ન દીધા, જેના કારણે ધારાસભ્યો ગુસ્સામાં વોકઆઉટ કરી ગયા. નાણામંત્રી પલાનીવેલ ત્યાગરાજન દ્વારા ડીએમકે સરકારના પ્રથમ બજેટની રજૂઆત પહેલા વિપક્ષના નેતા કે પલાનીસ્વામી ઊભા થયા અને બોલવાનું શરૂ કર્યું.
પ્રથમ વખત રજૂ થયું ઈલેક્ટ્રોનિક બજેટ
સ્પીકર અપ્પાવુએ પલાનીસ્વામીને એવું કહેતા મંજૂરી આપતા ઈનકાર કર્યો કે પલાનીસ્વામી સોમવારે બોલી સકે છે કારણ કે, પહેલું બજેટ રજૂ કરવાના છએ. ત્યારબાદ અપ્પાવુના રાજને રાજ્યનું પહેલું પેપરલેસ ઈલેક્ટ્રોનિક બજેટ રજૂ કર્યું હતું. જેના વિરોધમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માંર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.
જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમત તમે SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમાંરા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.