બ્રેકિંગ ન્યુઝ
VTV / tamilnadu chopper crash identification of mortal remains of all 4 iaf personnel completed says indian air force
Dharmishtha
Last Updated: 08:39 AM, 11 December 2021
ADVERTISEMENT
હેલિકોપ્ટર ક્રેશમાં મરનારા વધુ 5 જવાનોની ઓળખ થઈ
તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા વધુ 5 જવાનોની ઓળખ થઈ ગઈ છે. ભારતીય સેના મુજબ વિંગ કમાન્ડર પીએમ ચૌહાન, હવાલદાર પ્રદીપ એ, લાંસ નાયક બી સાઈ તેજા, હવાલદાર દાસ અને લાન્સ નાયક વિવેક કુમારના પાર્થિવ શરીરની ઓળખ કરવામાં આવી છે. મનાઈ રહ્યું છે કે શનિવારે તેમના પાર્થિવ શરીરને પરિવારજનોને સોંપવામાં આવશે. હકિકતમાં હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના જીવ ગયા હતા. આ ઘટનામાં માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ કુમારનો જીવ બચ્યો છે. તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા બુધવારે સાંજ સુધીમાં સીડીએસ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડ્ડરના પાર્થિવ શરીરની ઓળખ કરવામાં આવી હતી. તેમનાં શુક્રવારે દિલ્હી કેન્ટમાં બરાર સ્કવાયરમાં સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ADVERTISEMENT
આજે દિલ્હી કેન્ટમાં આપવામાં આવશે શ્રદ્ધાંજલિ
ભારતીય વાયુ સેનાના જણાવ્યાનુંસાર આ જવાનોના પાર્થિવ શરીરને હવાઈ માર્ગથી લઈ જવામાં આવ્યા અને તેમને યોગ્ય સૈન્ય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ પહેલા દિલ્હી કેંટના બેસ હોસ્પિટલમાં પાર્થિવ શરીરને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. આ બાદ પરિવારજનોને આ પાર્થિવ શરીર સોંપવામાં આવશે. ભારતીય સેનાએ કહ્યું કે બાકીના પાર્થિવ શરીરની ઓળખ ચાલું છે. વાયુસેનાએ જણાવ્યું કે આઈએએફના તમામ 4 જવાનોની ઓળખ થઈ ચૂકી છે.
એર ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના જીવ ગયા હતા. રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું કે સીડીએસ બિપિન રાવતે હેલિકોપ્ટરમાં 11.48 મિનિટ પર ઉડાન ભરી હતી. તેને વેલિંગ્ટનમાં 12.15માં લેન્ડ કરવાનું હતુ. પરંતુ 12.08 વાગે સુલુર એટીસીથી સંપર્ક કટ થઈ ગયો અને આ ઘટના બની. એર ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.