બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tamil nadu state sc st big statement on not including beef in biryani fest said

વિવાદ / તમિલનાડૂ: બિરયાની ફેસ્ટીવલમાં બીફ સામેલ ન કરતા હોબાળો, SC/ST આયોગે 'ભેદભાવ' થતો હોવાનો લગાવ્યો આરોપ

Pravin

Last Updated: 11:34 AM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડૂના અંબૂરમાં આયોજીત બિરયાની ઉત્સવમાં બીફને શામેલ નહીં કરવાને લઈને ઊભા થયેલા વિવાદના મહિના બાદ અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગે મોટું નિવેદન આપ્યું છે.

  • તમિલનાડૂમાં નવો વિવાદ ઊભો થયો
  • બિરયાની ઉત્સવમાં બીફ સામેલ ન કરતા હોબાળો થયો
  • SC/ST આયોગે કાર્યક્રમ રદ કરાવ્યો, કાર્યવાહીની કરી માગ

તમિલનાડૂના અંબૂરમાં આયોજીત બિરયાની ઉત્સવમાં બીફને શામેલ નહીં કરવાને લઈને ઊભા થયેલા વિવાદના મહિના બાદ અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગે મોટું નિવેદન આપ્યું છે. આયોગે કહ્યું કે, સરકાર કાર્યક્રમોમાં વ્યંજનને નજરઅંદાજ કરવા ભેદભાવ બરાબર છે.આદિ દ્રવિડ અને અનુસૂચિત જનજાતિ માટે તમિલનાડૂ આયોગે કહ્યું કે, સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ થવા જોઈએ નહીં.

આયોગે કહ્યું કે, તેનાથી સ્થાનિક વિદુથલાઈ ચિરુથઈગલ કાચી શ્રમિક મોર્ચાના પ્રતિનિધિઓ સાથે મળીને આરોપ લગાવ્યો હતો કે, આ આયોજનમાં બીફ બિરયાનીને સામેલ ન કરવી અંબૂર અને તેની આજૂબાજૂના રહેતા એક મહત્વના અનુસૂચિત જાતિની વસ્તી સાથે ભેદભાવ છે. આયોગે સોમવારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, જિલ્લા કલેક્ટરે ઘોષણા કરી હતી કે, ખાદ્ય ઉત્સવમાં બીફ બિરયાનીને સામેલ કરી શકાય નહીં.

ગત મેમાં અંબૂર બિરયાની થિરુવિઝા 2022નું આયોજન પ્રસ્તાવિત હતી, જેનો અર્થ એ છે કે લગભગ 186 કિમી દૂર અંબૂરના લોકપ્રિય વ્યંજન માટે ભૌગોલિક સંકેત પ્રાપ્ત કર્યું હતું. જો કે, ત્યારે જિલ્લા પ્રશાસને વરસાદના પૂર્વાનુમાનનો હવાલો આપતા વિવાદ થવા પર આયોજનને ટાળી દીધું હતું.

આયોગે જાહેર કરી કારણ બતાવો નોટિસ

આયોગે ત્યાર બાદ તિરુપથુરના કલેક્ટર અમર કુશવાહાને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવાયુ છે કે, તેની ઘોષણા અંબૂર ક્ષએત્રના  બે લાખ અનુસૂચિત જાતિ-જનજાતિ સભ્યો વિરુદ્ધ આધિકારિક ભેદભાવ છે. આયોગે કલેક્ટરને પૂછ્યુ કે તેના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થવી જોઈએ.

આયોગની નોટિસના જવાબમાં અધિકારીઓએ આવો દાવો કર્યો

પ્રેસ રિલીઝમાં જણાવ્યા અનુસાર કાર્યક્રમને સ્થગિત કર્યા બાદ કલેક્ટરે કથિત રીતે કહ્યું કે, આયોગની કાર્યવાહી તેમના પર લાગૂ થતી નથી. કારણ કે કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આયોગની નોટિસના જવાબમાં અધિકારીઓએ દાવો કર્યો છે કે, બિરયાનીમાં ડુક્કરનુું માંસનો ઉપયોગ કર્યો નહોતો. જે સ્થાનિક મુસલમાનના સમર્થન મેળવવાના પ્રયત્ન હોય તેવું લાગી રહ્યું છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu biryani fest તમિલનાડૂ બિરયાની ફેસ્ટીવલ બીફ Tamilnadu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ