બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Politics / Talking about changing the constitution, the party changed the firebrand leader of BJP

કર્ણાટક / બંધારણ બદલવાની વાત કરતાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતાને જ પક્ષે બદલી નાખ્યા, લોકસભામાંથી પત્તું કપાયું

Priyakant

Last Updated: 08:23 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: 6 વખત સાંસદ રહેલા નેતાએ અનેક પ્રસંગોએ બંધારણ બદલવાની વાત કરતા હતા, થોડા દિવસો પહેલા પણ તેમણે આવી જ વાત કરી હતી પરંતુ ભાજપે આવા નેતાઓ સામે કડક સંદેશ આપતા તેમની ટિકિટ રદ્દ કરી દીધી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકથી એક મોટી અપડેટ સામે આવી છે. તમને બધાને યાદ હોય તો તાજેતરમાં ભાજપના એક નેતાએ બંધારણ બદલવાને લઈ એક નિવેદન આપ્યું હતું જે કારણે તેમની ખૂબ ટીકા પણ થઈ હતી. જોકે હવે ભાજપે આવા બહુ બૉલતા નેતાઓની ટિકિટ કાપી હોવાનું સામે આવી છે. વાત જાણે એમ છે કે, 6 વખત સાંસદ રહેલા અનંત કુમાર હેગડે અનેક પ્રસંગોએ બંધારણ બદલવાની વાત કરતા હતા, થોડા દિવસો પહેલા પણ તેમણે આવી જ વાત કરી હતી પરંતુ ભાજપે આવા નેતાઓ સામે કડક સંદેશ આપતા તેમની ટિકિટ રદ્દ કરી દીધી છે. ભાજપે આ વખતે કર્ણાટકથી પોતાના ફાયરબ્રાન્ડ નેતા અનંત હેગડેને ટિકિટ આપી નથી. ઘણી વખત તેમના નિવેદનોને કારણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને શરમનો સામનો કરવો પડ્યો છે. આ વખતે પાર્ટીએ આવા ઘણા મોટા નેતાઓની ટિકિટો રદ કરી છે. આમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ સામેલ છે. તેથી ભાજપ તરફથી તમામ કટ્ટર નેતાઓને આ સ્પષ્ટ સંદેશ છે.

અવાર-નવાર વિવાદોમાં રહે છે અનંત હેગડે 
અનંત કુમાર હેગડે છેલ્લા 28 વર્ષથી ઉત્તરા કન્નડ લોકસભા સીટ પરથી જીતી રહ્યા છે. તેઓ 6 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમાંથી તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. હેગડે આવા નિવેદનો આપતા રહે છે જેના કારણે વિવાદ સર્જાય છે. તાજેતરમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપનો 400નો ટાર્ગેટ છે કારણ કે બંધારણ બદલવું એ અમારું લક્ષ્ય છે. 

એક સભામાં તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, બંધારણ હિન્દુઓ પર અત્યાચાર કરવા માટે છે તેથી તેને ફરીથી લખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે બળજબરીથી તેમાં બિનજરૂરી વસ્તુઓ ભરી છે જેના કારણે બંધારણ તેના મૂળ સ્વરૂપથી વિકૃત થઈ ગયું છે. કોંગ્રેસે એવો કાયદો બનાવ્યો છે જેમાં હિન્દુ સમાજને દબાવવામાં આવે છે. જો આ બધું બદલવું હોય તો હાલની બહુમતી સાથે તે શક્ય નથી તેથી અમને 400 બેઠકોની જરૂર છે.

વધુ વાંચો : જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડતા ICUમાં દાખલ, સ્લો પોઇઝન આપ્યાનો લગાવ્યો હતો આરોપ 

અન્ય નેતાઓની ટિકિટો પણ રદ કરવામાં આવી 
જ્યારે પણ તેઓ આવા નિવેદનો કરે છે અને વિરોધ પક્ષો તેનો વિરોધ કરે છે ત્યારે ભાજપ અનંત હેગડેના નિવેદનથી દૂર રહે છે. પાર્ટીનું કહેવું છે કે, આ તેમનું અંગત નિવેદન છે. પરંતુ આ વખતે સંદેશ એકદમ સ્પષ્ટ છે કારણ કે અન્ય ઘણા મોટા નેતાઓની ટિકિટો પણ રદ કરવામાં આવી છે. હેગડે ઉપરાંત પ્રજ્ઞા સિંહ ઠાકુર, દિલ્હીના સાંસદ રમેશ વિધુરી, પરવેશ સાહિબ સિંહ વર્મા જેવા મોટા નેતાઓની ટિકિટ પણ રદ્દ કરવામાં આવી છે. આ વખતે અનંત કુમાર હેગડેને બદલે 6 વખતના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર વિશ્વશેર હેગડેને ટિકિટ આપવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ