બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / taliban will not interfere in kashmir matter says anas haqqani indian media is spreading bad news about us

અફઘાનિસ્તાન / તાલિબાનોની પાકિસ્તાનને લપડાક, કાશ્મીર મુદ્દે દખલ દેવાની ઘસીને ના પાડી દીધી, ભારત વિશે કહ્યું આવું

Mayur

Last Updated: 01:13 PM, 1 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીર મુદ્દે તાલિબાનોએ પાકિસ્તાનને લપડાક લગાવતા પાકિસ્તાનનાં અરમાન તૂટી ગયા છે. તાલિબાનોએ કહ્યું હતું કે અમે કાશ્મીર મુદ્દે દખલ નહીં દઈએ.

મંગળવારે અમેરિકી સૈનિકોની કાયમી વાપસી બાદ અફઘાનિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. તાલિબાની નેતાઓ આ અવસર પર 20 વર્ષ જૂનાં યુદ્ધનાં અંતને ઇંગિત કરતાં અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ નેતાઓનું કહેવું છે કે આ વિજયને કારણે ઇસ્લામી સમૂહને 2001ની તુલનામાં મજબૂત બની ગયા છે અને હવે અમે એક નવી સમાવેશી સરકાર બનાવવાની તૈયારી કરીશું. આ સિવાય તાલિબાની નેતાઓએ  ભારત મુદ્દે પણ જવાબ આપ્યો હતો. સ્થાનિક સમાચાર ચેનલને આપેલ નિવેદનમાં તાલિબાનના ટોચના નેતા અનસ હક્કાનીએ હક્કાની નેટવર્કનાં પાકિસ્તાન કનેક્શન અને ભારત સાથે સંબંધો તથા કાશ્મીર મુદ્દે વાતચીત કરી હતી. 

અમે અન્ય દેશોની બાબતોમાં દખલ કરતા નથી

જ્યારે હક્કાનીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે આવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે કાશ્મીર અમારા અધિકારક્ષેત્રનો ભાગ નથી અને દખલગીરી નીતિની વિરુદ્ધ છે. અમારી નીતિ મુજબ, અમે અન્ય દેશોની બાબતોમાં દખલ કરતા નથી અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય લોકો પણ અમારી બાબતોમાં દખલ નહીં કરે. અમે ઇચ્છીએ છીએ કે તમામ મામલાઓ શાંતિપૂર્ણ રીતે ઉકેલાય. અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે. અમે બાકીના વિશ્વ સાથે સારા સંબંધો બનાવવા માંગીએ છીએ.


અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ: હક્કાની
હક્કાનીએ કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે કોઈ આપણા વિશે ખોટું વિચારે. ભારતે વીસ વર્ષથી આપણા દુશ્મનને મદદ કરી છે પરંતુ અમે બધું ભૂલીને સંબંધ સાથે આગળ વધવા માટે તૈયાર છીએ.

ભારતમાં મીડિયા અમારા વિશે નકારાત્મક પ્રચાર ફેલાવે છે: હક્કાની
હક્કાનીએ કહ્યું કે અમે વીસ વર્ષ લડ્યા. અમારા વિશે ઘણું બધુ નકારાત્મક પ્રચાર થઈ રહ્યો છે અને તે બધું ખોટું છે. હક્કાની નેટવર્ક કંઈ નથી. અમે દરેક માટે કામ કરી રહ્યા છીએ. વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ મીડિયા અમારા વિશે નકારાત્મક પ્રચાર કરી રહ્યું છે. આ બધુ વાતાવરણને ખરાબ કરી રહ્યું છે. યુદ્ધમાં ક્યારેય પાકિસ્તાની હથિયારનો ઉપયોગ થયો ન હતો. આ આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે.

અમે ઇચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વ ભારતની સાથે અમને સમર્થન આપે: હક્કાની
હક્કાનીએ કહ્યું કે અમે આગામી દિવસોમાં તમામ નીતિઓને સ્પષ્ટ કરીશું. અમે અફઘાનિસ્તાનના લોકો માટે તમામ શક્ય મદદ ઈચ્છીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે માત્ર ભારત જ નહીં પરંતુ આખું વિશ્વ આવે અને અમને ટેકો આપે.

અફઘાનિસ્તાનમાં દરેક સુરક્ષિત: હક્કાની
જ્યારે હક્કાનીને પૂછવામાં આવ્યું કે ઘણા ભારતીય હિન્દુઓ અને શીખ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે, તો શું તેઓ સુરક્ષિત છે? તો જવાબમાં હક્કાનીએ કહ્યું કે હું ખાતરી આપવા માંગુ છું કે અફઘાનિસ્તાનમાં દરેક સુરક્ષિત છે. શરૂઆતમાં થોડો ગભરાટ અને ડર હતો, પરંતુ હવે વસ્તુઓ સ્થિર થઈ ગઈ છે અને લોકો ખુશ છે. અફઘાન શીખો અને હિન્દુઓ અફઘાનિસ્તાનના અન્ય સમુદાયની જેમ સુખી છે અને તેઓ સુખેથી જીવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ