બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / taliban to rely on chinese funds says spokesman zabihulla mujahid know what is plan of china

નવી ચાલ / ચીનની મદદથી નવુ અફઘાનિસ્તાન બનાવશે તાલિબાનો, જાણો શું છે ડ્રેગનની નવી રણનીતિ

Premal

Last Updated: 11:15 AM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન પર પ્રભુત્વ કર્યા બાદ તાલિબાનો હવે નવી સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ દરમ્યાન તાલિબાન અને ચીનની મિત્રતા હવે સામે આવી છે.

  • તાલિબાનો અફઘાનિસ્તાનમાં હવે નવી સરકાર બનાવવાની તૈયારીમાં
  • તાલિબાન અને ચીનની મિત્રતા હવે સામે આવી
  • તાલિબાનો ચીનના પૈસે નવુ અફઘાનિસ્તાન બનાવશે!

અફઘાનિસ્તાનની ખનીજ સંપત્તિ પર ચીનનો ડોળો

તાલિબાનોએ ચીનને મહાન પાડોશી ગણાવ્યું છે અને ડ્રેગનની આર્થિક મદદથી દેશ ચલાવવાનું સપનું જોઈ રહ્યું છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યું કે, તેમનું જૂથ મુખ્ય રીતે ચીનની આર્થિક મદદ પર નિર્ભર છે. એક જાણીતા અખબાર સમુહના રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનમાં 3 ટ્રિલિયન ડોલર એટલેકે લગભગ 200 લાખ કરોડ રૂપિયાની  ખનિજ સંપત્તિ છે,  જેના પર ચીન ડોળો રાખીને બેઠુ છે. આ સાથે જ ચીન તાલિબાન દ્વારા બગરામ એરબેઝને હડપવાનું કાવતરૂ ઘડી રહ્યું છે. અમેરિકાએ અફઘાન યુદ્ધ દરમ્યાન આશરે 20 વર્ષ સુધી એરબેઝનો ઉપયોગ કર્યો હતો.

મદદના બહાને ચીનની આ છે ઈચ્છા

ચીન તાલિબાન સાથે ઘનિષ્ઠ મિત્રતા કરી શિનજિયાંગ પ્રદેશમાં આતંકવાદી ગ્રુપની સક્રિયતાને રોકવા ઈચ્છે છે. આ ઉપરાંત ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મુલ્લા અબ્દુલ ગની બાદર સાથે મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે તાલિબાને ETIM સંબંધિત દરેક સંબંધો તોડવા પડશે. આ સંગઠન ચીનની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતાની સામે સીધુ સંકટ છે.

અફઘાનિસ્તાને ચીનને અપાવ્યો વિશ્વાસ

ચીનનો એવા દેશોમાં સમાવેશ થાય છે, જે તાલિબાન સરકારને માન્યતા આપવા માટે તૈયાર છે. ત્યારબાદ તાલિબાને પણ ચીનને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ઉઈગર મુસ્લિમોના કટ્ટરપંથી તત્વો પર અંકુશ રાખશે અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ચીન વિરુદ્ધ થવા દેશે નહીં. જોકે, તાલિબાનોએ ભારત સહિત અન્ય દેશોને પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશની વિરુદ્ધ કરી શકાશે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ