બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Taliban claim that they have captured the governor's office in the Panjshir Valley

મોટા સમાચાર / હવે સંપૂર્ણ અફઘાનિસ્તાન 'આતંકિસ્તાન', તાલિબાનનો દાવો : પંજશીર ગવર્નર હાઉસ પર કરાયો કબજો

Parth

Last Updated: 11:49 PM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારનું ગઠન થોડા દિવસ માટે ટાળી દેવામાં આવ્યું છે ત્યારે પંજશીરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનનો મોટો દાવો
  • પંજશીર ગવર્નર હાઉસ પર કર્યો કબ્જો
  • સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જાનો કર્યો દાવો

પંજશીરનાં અભેદ્ય કિલ્લોમાં તાલિબાને પાડ્યું ગાબડું? 
તાલિબાનનો દાવો છે કે પંજશીરમાં રાજ્યપાલની ઓફિસ પર તેના કબજો કરી લેવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણમાંથી બહાર એકમાત્ર પ્રાંત પંજશીર છે. જો કે, અફઘાનિસ્તાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફએ) તાલિબાન દ્વારા કરવામાં આવી રહેલ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. નોંધનીય છે કે પંજશીર એક માત્ર એક અભેદ્ય કિલ્લો છે જ્યાં તાલિબાનનું શાસન સ્થાપિત થઈ શક્યું નથી. વર્ષો પહેલા સોવિયેત દ્વારા અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરવામાં આવ્યું ત્યારે સોવિયેત પણ પંજશીરમાં આવીને જ હારી ગયું હતું. 

નોંધનીય છે કે અહેમદ મસૂદને પંજશીરનો સિંહ કહેવામાં આવે છે. અહેમદ મસૂદનું કહેવું છે કે જો અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવી હોય તો તેમને પણ સરકારમાં ભાગીદારી આપવી પડશે. જોકે આવું કરવા માટે તાલિબાન તૈયાર નથી. તાલિબાન હવે પંજશીર જીતી લેવા માટે તલપાપડ થઈ રહ્યું છે. ત્યારે આજે તાલિબાન દ્વારા કરવામાં આવેલ દાવો જો સાચો હશે તો તાલિબાનનો વધુ એક વિજય માનવામાં આવશે. 

અફઘાન સેનાના એન્જિનિયરોએ હેલિકોપ્ટર કર્યા રીપેર
અફઘાનિસ્તાનમાં 20 વર્ષના યુદ્ધ બાદ અમેરિકાની સેના પરત ફરી. જોકે સેના પરત ફરી તે પહેલા તેણે અફઘાનિસ્તામાં જે પણ યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર હતા તે ખરાબ કરી નાખ્યા હતા. જેથી તાલિબાન કોઈ પણ કિંમતે તે વાપરી ન શકે. જોકે તાલિબાને હવે તેનો પણ જુગાડ કરી લીધો છે. જેના લીધે અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાની સેના  કુલ બે બ્લેક હૉક હેલીકોપ્ટર બગાડીને ગઈ હતી. જે હેલીકોપ્ટર અફઘાન સેનાની એન્જિનિયર ટીમે સારા કરાવીને તેને ઉડવા લાયક બનાવી દીધા છે. અફઘના સેનાની એન્જિનિયરીંગ ટીમે એવા હેલિકોપ્ટર ફરી રિપેર કર્યા છે જે અમેરિકાની સેના તબાહ કરી નાખ્યા હતા. જેથી આ હેલિકોપ્ટરો રિપેર થયા બાદ અમેરિકાની સેનાને મોટો ફટકો પડ્યો છે. આપને જણાવી દઈએ કે અમેરિકાની સેના 30 ઓગસ્ટે અફઘાનિસ્તાનની નીકળી ગઈ. ત્યારબાદ તાલિબાને કાબુલ એરપોર્ટ પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો. તાલિબાને એયરબેસ પર પડેલા અમેરિકાના ફાઈટર જેટ અને હેલીકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું. જોકે મોટા ભાગના વિમાન અને હેલિકોપ્ટર અમેરિકાની સેના બગાડીને ગઈ હતી. જેથી તેનો ઉપયોગ ન થઈ શકે. 

પાકિસ્તાનને તાલિબાનનું સમર્થન
મહત્વનું છે કે પાકિસ્તાન પણ તાલિબાનને સમર્થન આપવાની વાત કરી ચુક્યું છે. ઈમરાન સરકારના ગૃહમંત્રી શેખ રાસિદેજ આ વાતને સ્વિકારી હતી.ઈસ્લામાબાદ લાંબા સમયથી તાલિબાનનું સંરક્ષક રહ્યું છે. આ મામલે રાશિદે કહ્યું હતું કે અમે સંગઠનને આશ્રય આપીને તેને મજબૂત કરવાનું કામ કર્યું. જેનું પરિણામ આપ જોઈ શકો છો કે એક વાર ફરી 20 વર્ષ બાદ અફઘાનિસ્તાન પર તેઓ શાસન કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ તાલિબાની પ્રવક્ત જબીઉલ્લા મુજાહિદે પણ પાકિસ્તાનને તેનું બિજુ ઘર માન્યું હતું. જેમા તેણે એવું કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતી પર પાકિસ્તાનના હિત સામે કોઈ પણ ગતિવિધી નહી થાય. સાથેજ કોઈ પણ દેશ સામે તેમની ધરતીનો ઉપયોગ કોઈને નહી કરવા દઈએ તે મામલે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન તેના દ્વિપક્ષીય મુદ્દાઓનું પણ સમાધાન લાવે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ