બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / taarak mehta ka ooltah chashmah tv show jethalal popatlal fees popularity old show

મનોરંજન / ના હોય! એક એપિસોડ માટે તારક મેહતાના જેઠાલાલ લે છે આટલી બધી ફી, કિંમત જાણીને ચોંકી ઉઠશો

Premal

Last Updated: 05:30 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મેહતા શો એક એવો શો છે, જેને તમે ક્યારેય પણ ટાઈમપાસ માટે જોઇ શકો છો. જેના નવા શોથી વધુ લોકપ્રિય તો તેના જૂના શો છે, જેને તમે ક્યારેય પણ યુટ્યુબ પર જોઇ શકો છો. આવો જાણીએ કે શોના કલાકાર એક એપિસોડ માટે કેટલી ફી લે છે.

  • આટલા કમાય છે 'તારક મેહતા...' શોના કલાકાર
  • જાણો, શોના કલાકાર એક એપિસોડ માટે કેટલી ફી લે છે
  • જેઠાલાલની ફી જાણીને તમે ચોંકી જશો

'તારક મહેતા' શોના કલાકાર કેટલુ કમાય છે? 

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને 15 વર્ષથી વધુનો સમય થયો છે. ભલે આ વર્ષોમાં શોની કાસ્ટમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ હજી પણ ઘણા એવા કલાકાર છે, જે અત્યારે પણ શોમાં છે. શોની ટીઆરપી હંમેશા ઉપર રહે છે અને આ દેશમાં સૌથી વધુ જોવામાં આવતો કોમેડી શોમાંથી એક છે. આવો જાણીએ આખરે કેટલુ કમાય છે શોના આ કલાકાર. 

દિલીપ જોશી- શોમાં જેઠાલાલનો રોલ પ્લે કરનારા અભિનેતા દિલીપ જોશી ઘણી બધી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં શોના સૌથી જૂના અને લોકપ્રિય કલાકાર છે. રિપોર્ટસ મુજબ એક એપિસોડ માટે દિલીપ જોશી 1.5 લાખ રૂપિયા લે છે, જે એક એપિસોડ માટે લેવામાં આવતી સારી રકમ છે. 

મુનમુન દત્તા- શોમાં બબિતા ભાભીનો રોલ નિભાવતી અભિનેત્રી મુનમુન દત્તા પણ શોની સાથે ઘણા સમયથી જોડાઈ છે. બબીતાજીની અદાની દુનિયા દીવાની છે. તેઓ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરોથી પ્રશંસકોને આકર્ષિત કરે છે. એક એપિસોડ માટે મુનમુન દત્તા 35 થી 50 હજાર રૂપિયા લે છે. 

શૈલેષ લોઢા- કવિ અને અભિનેતા શૈલેશ લોઢા ભલે હવે શોનો ભાગ રહ્યાં નથી પરંતુ શોની સાથે તેમનો સંબંધ ખૂબ લાંબો અને યાદગાર રહ્યો છે. દિલીપ જોશી બાદ એક શો માટે સૌથી વધુ ફી લેનાર શૈલેશ લોઢા જ છે. તેમને એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા મળતા હતા. 

મંદર ચંદ્રવડકર- શોમાં આત્મારામ તુકારામ ભિડેનુ પાત્ર પ્લે કરનારા જાણીતા મરાઠી અભિનેતા મંદર ચંદ્રવડકર એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા લે છે.

અમિત ભટ્ટ- જેમાં કોઈ શંકા નથી કે અમિત ભટ્ટ એક ખૂબ પ્રતિભાશાળી અભિનેતા છે. તેમણે શોમાં પોતાની ઉંમરથી મોટા અભિનયવાળો રોલ નિભાવ્યો છે. બાપૂજીના રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ પણ એક શો માટે 70-80 હજાર રૂપિયા ફી પેટે લે છે. 

શ્યામ પાઠક- શોમાં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનારા શ્યામ પાઠકની વાત કરીએ તો રિપોર્ટસ મુજબ તેઓ એક શોના 60 હજાર રૂપિયા ચાર્જ લે છે. શ્યામ ઘડાયેલા થિયેટર આર્ટીસ્ટ છે અને હોલીવુડની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ