બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / taarak mehta ka ooltah chashmah shyam pathak popatlal react on mrs popatlal video viral

કન્ફર્મ / 'તારક મહેતા'માં 14 વર્ષ બાદ પોપટલાલની ઈચ્છા થશે પુરી! શોમાં આ કેરેક્ટરની થશે એન્ટ્રી, VIDEO થયો વાયરલ

Last Updated: 11:29 AM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજકાલ ચર્ચામાં છે. મિસિસ પોપટલાલની પણ શોમાં એન્ટ્રી થવાની છે. એવામાં પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠક પોતાના રોલને શોમાં આગળ વધારવાને લઈને ખૂબ ઉત્સાહિત છે.

  • પોપટલાલની ઈચ્છા થશે પુરૂ 
  • મિસિસ પોપટલાલની શોમાં થશે એન્ટ્રી 
  • હાલમાં જ નવા તારક મહેતાની શોમાં થઈ એન્ટ્રી 

ટીવીના પોપ્યુલર સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસરે હાલના જ એપિસોડમાં નવા તારક મહેતા ઉર્ફ સચિન શ્રોફની એન્ટ્રી કરાવી. હાલમાં ફેન્સ પોતાના જુના તારક મહેતા એટલે કે શૈલેશ લોઢાને શોમાં મિસ કરી રહ્યા છે. હવે શોના મેકર્સે મિસિસ પોપટલાલના આવવાની જાહેરાત કરી છે. 

આ વાતને ખુદ પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠકે કન્ફર્મ કર્યું છે. ફેન્સ પણ ઘણા સમયથી મિસિસ પોપટલાલના શોમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની આ ઈચ્છા પુરી થવા જઈ રહી છે. 

શ્યામ પાઠકે આ રીતે કર્યું રિએક્ટ 
શોમાં શ્યામ પાઠક પોપટલાલની ભૂમિકા નિભાવી રહ્યા છે. હાલમાં જ શ્યામ પાઠકે મિસિસ પોપટલાલના આવવાના ન્યૂઝને મીડિયામાં કન્ફર્મ કર્યા છે. પોપટલાલ ઘણા સમયથી પોતાની લાઈફ પાર્ટનરના આવવાની રાહ જોઈ રહ્યા છે જ્યારથી શોની શરૂઆત થઈ હતી.  

14 વર્ષે પોપટલાલની ઈચ્છા થશે પુરી 
હવે 14 વર્ષ બાદ પોપટલાલની ઈચ્છા પુરી થશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠક મિસિસ પોપટલાલના શોમાં આવવા પર રિએક્શન આપી રહ્યા છે. 

ગોકુલધામમાં આવશે મિસિસ પોપટલાલ 
શ્યામ પાઠકનું કહેવું છે કે મિસિસ પોપટલાલ જલ્દી જ ગોકુલધામ સોસાયટીમાં આવવાની છે. હવે પોપટલાલ ક્યારેય પણ એકલુ મહેસુસ નહીં કરે. શ્યામ પાઠકે કહ્યું કે નવા નવા કેરેક્ટર આવવાના છે. તો તેમાં સૌથી મહત્વનું છે મિસિસ પોપટલાલ. 

સ્ટોરી વધશે આગળ 
શ્યામ પાઠકે કહ્યું કે જેવી રીતે અમે તમને હસાવતા હતા બિલકુલ એવી જ રીતે એન્ટરટેઈન કરીશુ અને સ્ટોરીને આગળ વધારીશું. શોમાં હવે પોપટલાલ એકલો નહીં દેખાય. જણાવી દઈએ કે અમુક દિવસ પહેલા જ સચિન શ્રોફ તારક મહેતાના રોલમાં આવવાનું શરૂ થયા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Shyam Pathak Taarak Mehta Ka Ooltah Chashmah popatlal video viral  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા Taarak Mehta Ka Ooltah Chashmah
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ